ઇતિહાસમાં સૌ પ્રથમવાર ST વિભાગે ધાંસૂ રેકોર્ડ નોંધાયો, એક જ દિવસમાં 90 હજારથી વધુ ટિકિટ બુક
7મી નવેમ્બર એટલે કે ભાઈબીજના બીજા દિવસે રવિવારે ST નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 90 હજારથી વધારે ઓનલાઇન કે એડવાન્સ ટિકિટ બુક થઈ હતી.
Trending Photos
ઝી ન્યૂઝ/ બ્યુરો: તહેવારોમાં મુસાફરી માટે લોકોની પહેલી પસંદ રાજ્ય સરકારની એસટી બસ બની છે. જેથી ટિકિટના એડવાન્સ બુકિંગનો ST નિગમે નવો રેકોર્ડ બનાવ્યો છે. 7મી નવેમ્બર એટલે કે ભાઈબીજના બીજા દિવસે રવિવારે ST નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 90 હજારથી વધારે ઓનલાઇન કે એડવાન્સ ટિકિટ બુક થઈ હતી. જેમાંથી નિગમને 1.89 કરોડની આવક થઈ છે.
અગાઉ વર્ષ 2019માં 74 હજાર 300 ટિકિટ બુક થવાનો રેકોર્ડ હતો. પરંતુ હવે નવો વિક્રમ સ્થાપાયો છે. જેમાં અમદાવાદ-દાહોદ તરફના રોડ પર સૌથી વધુ 15 હજાર 700 ટિકિટ બુક થઈ હતી. જ્યારે અમદાવાદ-ભાવનગર રૂટ પર 13 હજાર 200 ટિકિટ, રાજકોટ-અમદાવાદ રૂટ પર 9 હજાર 100 ટિકિટ, અમદાવાદ-વડોદરા રૂટ પર 9 હજાર હજાર ટિકિટ બુક થઈ હતા. સામાન્ય દિવસમાં એસટી નિગમની બસોમાં તહેવારોના સમયમાં 30થી 35 હજાર જેટલી ટિકિટ બુક થતી હોય છે. જે દિવાળી અથવા હોળીના તહેવારોના સમયમાં 40થી 50 હજાર સુધી પહોંચતી હોય છે. પરંતુ આ વખતે આ આંક 9 હજારને પાર પહોંચતા નવો રેકોર્ડ બન્યો છે..
મળતી માહિતી પ્રમાણે વાહન વ્યવહાર વિભાગની એસટી બસોમાં ટ્રાફિકથી બચવા અને સરળતાથી મુસાફરી કરવા માટે લોકો હવે એડવાન્સ અથવા તો ઓનલાઇન બુકિંગ તરફ વળ્યા છે. હવે આજકાલ લોકો મોબાઈલનો ઉપયોગ વધુ પડતો કરતા હોવાથી પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે માટે ટિકિટ બુક કરાવતા હોય છે. રવિવારના દિવસે નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 9 હજાર 526 ટિકિટ બુક થઈ હતી.
અત્રે નોંધનીય છે કે, ઓનલાઈન-એડવાન્સ ટિકિટ બુકિંગમાં અમદાવાદ-દાહોદ પર સૌથી વધુ 15,700 ટિકિટ બુક થઈ છે. જ્યારે અમદાવાદ-ભાવનગર રૂટ પર 13,200 ટિકિટ, રાજકોટ- અમદાવાદ રૂટ પર 9,100 ટિકિટ, અમદાવાદ- વડોદરા રૂટ પર 9000 હજાર ટિકિટ બુક થઈ છે. તહેવારોના સમયમાં 30-35 હજાર જેટલી ટિકિટ બુક થતી હોય છે. જે દિવાળી-હોળીના તહેવારોમાં 40-50 હજાર સુધી પહોંચતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે