close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પાટણ: સમીના ગુજરવાડા ગામમાં શૌચાલયના કુવામાં પડવાથી પાંચ લોકોના મોત

સમીના ગુજરવાડામાં બની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં શૌચાલયનો ખાર કૂવો ધરાસાઇ થતા 6 લોકો દટાયા હતા. જેમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે પાંચ વ્યક્તિઓના ઘટાના સ્થળે જ મોત નિપજ્યાં છે. મહત્વનું છે, કે આ ઘટનામાં પતિ પત્ની સહિત એક સાથે 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 

Kuldip Barot - | Updated: Sep 17, 2019, 09:58 PM IST
પાટણ: સમીના ગુજરવાડા ગામમાં શૌચાલયના કુવામાં પડવાથી પાંચ લોકોના મોત

પ્રેમલ ત્રિવેદી/પાટણ: સમીના ગુજરવાડામાં બની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં શૌચાલયનો ખાર કૂવો ધરાસાઇ થતા 6 લોકો દટાયા હતા. જેમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે પાંચ વ્યક્તિઓના ઘટાના સ્થળે જ મોત નિપજ્યાં છે. મહત્વનું છે, કે આ ઘટનામાં પતિ પત્ની સહિત એક સાથે 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 

મહત્વનું છે, કે સ્થાનિકોને ઘટનાની જાણ થતા ખાળ કુવામાં દટાયેલા પાંચમાંથી એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો. જેને ગંભીર હાલતમાં પાટણ ધારાપુર હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યું પામનાર પાંચેય વ્યક્તિઓ એક જ પરિવારના છે. મહત્વનું છે કે કુવામાં ઉતરેલા એક મજૂરને બચાવા જતા અન્ય ચાર વ્યક્તિઓ પણ ખારકુવામાં ખાબક્યા હતા જેમનું મોત થયું છે.

વડોદરા: આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા રેસ્ટરોરન્ટ બર્ગર કિંગના ફૂડમાંથી નિકળ્યું મચ્છર

મહત્વનું છે, કે તમામ મૃતકો નાડોદા રાજપૂત સમાજના હતા. એક સાથે પાંચ લોકોના મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પાંચ વ્યક્તિઓની લાશને કુવામાંથી કાઢી સમી સામુહિક કેદ્ર ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જુઓ LIVE TV :