પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વીટ કરીને આપી માહિતી

ગુજરાતના માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર પાર્થિવ પટેલ (Parthiv Patel) ના પિતાનું નિધન થયું છે. ઘરમાં શોકમય વાતાવરણ બન્યું છે. ક્રિકેટર પાર્થિવ પટેલે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. 

Updated By: Sep 26, 2021, 11:09 AM IST
પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વીટ કરીને આપી માહિતી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર પાર્થિવ પટેલ (Parthiv Patel) ના પિતાનું નિધન થયું છે. ઘરમાં શોકમય વાતાવરણ બન્યું છે. ક્રિકેટર પાર્થિવ પટેલે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. 

પાર્થિવ પટેલના પિતા અજયભાઈ પટેલ બ્રેન હેમરેજની બીમારીથી પીડાતા હતા. 2019 માં પાર્થિવ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમમાં હતા, ત્યારે તેમને બ્રેન હેમરેજનું નિદાન થયુ હતું. આમ, લાંબા સમયથી પાર્થિવ પટેલના પિતા બીમાર હતા. બીમારી સામે ઝઝૂમતા આખરે રવિવારે તેમનુ નિધન થયુ હતું. પાર્થિવ પટેલે આ માહિતી આપતા કહ્યું કે, 'મારા પિતા અજયભાઈ બિપિનચંદ્ર પટેલનું 26 સપ્ટેમ્બર નિધન થઈ ગયું છે.' 

તો બીજી તરફ, તેમના ફેન્સ પણ તેમને આ મુશ્કેલીની ઘડીમાં તેમને સહાનુભૂતિ આપી રહ્યાં છે. પાર્થિવે 2019માં IPLની એક મેચ બાદ જણાવ્યું હતું કે મેચ ખતમ થયા બાદ તે ડ્રેસિંગ રૂમમાં જતો હતો ત્યારે પોતાનો ફોન જોતા પ્રાર્થના કરતા હતા કે હોસ્પિટલમાંથી કોઈ ખરાબ સમાચાર ન આવે.