સાવજના મોતનો મામલો, સીવીડી વાઇરસથી ચાર સિંહના મોત, પુણેની લેબે કરેલા પરીક્ષણમાં આવ્યું સામે

ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસમાં ગીર તથા દલસાણીયા રેન્જમાં કુલ 23 સિંહના મોત થયા છે. 

સાવજના મોતનો મામલો, સીવીડી વાઇરસથી ચાર સિંહના મોત, પુણેની લેબે કરેલા પરીક્ષણમાં આવ્યું સામે

જૂનાગઢઃ રાજ્યમાં 12 સપ્ટેમ્બરથી અત્યાર સુધી કુલ 23 સિંહોના મોત થયા છે. આજે આ સિંહના મોતનો  મામલો ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. આ મામલે સિંહોના મોત બાદ તેનું  પરીક્ષણ કરવા માટે પુણેની લેબની મદદ લેવામાં આવી હતી. આજે પુણેની NIV લેબ દ્વારા રિપોર્ટ  સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે 23માંથી 14 સિંહના મોત સારવારમાં થયા હોવાનું સામે આવ્યું  છે. પુણેની NIV લેબ દ્વારા કરાયેલા પરીક્ષણમાં 4 સિંહના મોત સીવીડી વાઈરસથી થયા હોવાનું સામે  આવ્યું છે જ્યારે અન્ય 10 કેસમાં બેબેસીયા નામના પ્રોટોજોવાની ઉપસ્થિતિ જોવા મળી છે. દલખાણીયા વિસ્તારની બિમારી અન્ય રેન્જમાં ન પ્રસરે તે માટે 33 સિંહને બાબરકોઠ, જામવાળા રેસ્ક્યુ સેન્ટર ખાતે  ખસેડાયા છે. 

સિંહના લોહી, લાળના સેમ્પલ NIV અને IVRI ખાતે તપાસ માટે મોકલાયા છે. સેમ્પલ  પૈકી લોહીનું સેમ્પલ નેગેટિવ આવ્યું છે. અન્ય સેમ્પલોના રિપોર્ટ હાલ મળવાના બાકી છે. બાકીના  પરિણામ આવ્યા બાદ જરૂરી પગલાં ભરાશે. લંડન ઝુ અને રોયલ વેટેનરી કોલેજના નિષ્ણાંતોને તપાસ  માટે બોલાવાયા છે. આ ઉપરાંત ગીરની આજુબાજુના 100થી વધુ ગામડાઓમાં પશુઓને રસીકરણ  કરવાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news