VIDEO ગાંધીનગર: જમીન વિકાસ નિગમની ઓફિસ પર રેડ, ACB ડાઈરેક્ટરે કર્યો મોટો ખુલાસો

ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં ACBએ પાડતા ચકચાર મચી છે. ઓફિસ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યાં છે.

VIDEO ગાંધીનગર: જમીન વિકાસ નિગમની ઓફિસ પર રેડ, ACB ડાઈરેક્ટરે કર્યો મોટો ખુલાસો

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં ACBએ પાડતા ચકચાર મચી છે. ઓફિસ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યાં છે. ACBનાં આ દરોડામાં ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી કે.સી.પરમાર સકંજામાં આવી ગયા છે. ACBની ટીમના જણાવ્યાં મુજબ અંદાજે 55 લાખની રોકડ રકમ હાથ લાગી છે. એસીબીની આ કાર્યવાહી અંગે ઝી 24 કલાકે એક્સક્લુઝિવ રીતે એસીબીના ડાઈરેક્ટર કેશવકુમાર સાથે વાતચીત કરી. જેમાં તેમણે જણાવ્યું કે માહિતી અમારી પાસે હતી અને અમે તેના ઉપર કામ કરી રહ્યાં હતાં. જેના ઉપર છેલ્લા દોઢ મહિનાથી કામ થઈ રહ્યું હતું અને આજે સફળતા મળી. દરોડાની આ કામગીરીમાં 5 ડીવાયએસપી સામેલ છે અને 12 જેટલા પીઆઈ છે. આજ સવારે 10 વાગ્યાથી આ કામગીરી ચાલી રહી હતી.

રેડ અંગે વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે કેટલીક ફરિયાદો હતી અને અમે પણ કામ કરતા હોઈ છીએ, જેના ઉપર કામ ચાલુ હતું. તેમના કહેવા મુજબ આ ટ્રેપમાં હાલ 5 અધિકારીઓની પૂછપરછ  ચાલુ છે. તેમણે વધુમાં કહ્યું કે આ મામલે કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સંડોવાયેલા છે તેની ટૂંકમાં જાણ કરવામાં આવશે. તેમના કહેવા મુજબ આ જે રકમ પકડાઈ તે લાંચની એક દિવસની કલેક્શનની રકમ હોઈ શકે. જો આમ હોય તો માસિક અને વાર્ષિક લાંચની રકમ કેટલી હોય તે તો કલ્પના બહાર જ કહેવાય.

શું છે મામલો?
ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં ACBએ પાડતા ચકચાર મચી છે. ઓફિસ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યાં છે. ACBનાં આ દરોડામાં ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી કે.સી.પરમાર સકંજામાં આવી ગયા છે. ACBની ટીમના જણાવ્યાં મુજબ અંદાજે 55 લાખની રોકડ રકમ હાથ લાગી છે. એવી શક્યતા છે કે કે.સી.પરમારે જમીન વળતરના એક મામલામાં મોટી રકમની લાંચ લીધી છે. કુલ 5 અધિકારીઓ એસીબીના સકંજામાં છે. 15 જેટલા અધિકારીઓની પૂછપરછ ચાલુ છે. એસીબીના જણાવ્યાં મુજબ આમાં નાનાથી માંડીને મોટા અધિકારીઓની સંડોવણી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news