declared

ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી જાહેર, 18 એપ્રિલે મતદાન અને 20 એપ્રિલે પરિણામો જાહેર થશે

રાજ્યના પાટનગર એવા ગાંધીનગરની મહાનગરપાલિકાની ત્રીજી ચૂંટણી 18 એપ્રિલે યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકા ના 11 વોર્ડની 44 બેઠકો માટે રાજ્ય ચૂંટણી આયોગે આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. તમામ રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીઓનો હવાલો આપીને રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીઓ જાહેર કરી છે. જથી જ ગાંધીનગર મહાનગરપાલિકામાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. રાજ્ય ચૂંટણીઆયોગના દાવા પ્રમાણે કોવિડ પ્રોટોકોલ અનુસાર ચૂંટણીઓ યોજાશે અને નિયમો ભંગ કરનાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. આ ચૂંટણીમાં 2,82, 988 મતદારો મતદાન કરશે.

Mar 19, 2021, 07:10 PM IST

ગાંધીનગરમાં જાન્યુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થશે

 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનાં પડઘમ વાગી ચુક્યા છે. રાજ્ય ચૂંટણી પંચ 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત જાન્યુઆરી માસના અંત સુધીમાં કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીની શક્યતાઓને પગલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

Dec 5, 2020, 06:14 PM IST

તાપી જિલ્લામાં કોઇ પણ ટેસ્ટ વગર સંપૂર્ણ સ્વસ્થ યુવકને કોરોના પોઝિટિવ જાહેર કર્યો

 સોનગઢ તાલુકાના  મોટી ખેરવાણ ગામે રહેતા 20  વર્ષીય યુવકનું કોઇ પણ પ્રકારના ટેસ્ટિંગ વિના કોવિડ 19ના પોઝિટિવ દર્દી તકીરે જાહેર કરી દેવામાં આવ્યો હોવાની આરોગ્ય વિભાગની ગંભીર ભુલ સામે આવી છે. આ અંગે યુવકના પિતાએ જિલ્લાના ઉછ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી અને પોતાની ફરિયાદ રજુ કરી હતી. 

Nov 24, 2020, 07:48 PM IST

એશિયાની સૌથી મોટી ડેરીની ચૂંટણી જાહેર થતા જ પાલનપુરમાં રાજકારણ ગરમાયું

બનાસડેરી ચૂંટણી એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે 19 ઓક્ટોમ્બરે બનાસડેરીના 16 ડિરેક્ટરો  માટે મતદાન થશે અને 20 ઓક્ટોબરના મતગણતરી યોજાશે જોકે બનાસડેરીની ચૂંટણીને લઈને જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે. એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકારણ ગરમાયુ છે. બનાસડેરીમાં 3.50 લાખ પશુપાલકો દૂધ ભરાવે છે. જોકે બનાસડેરીનો રોજનો કરોડોનું ટર્નઓવર છે. જોકે બનાસડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે યોજાશે. જેમાં 1297 જેટલા મતદારો 16 ડિરેક્ટરો માટે મતદાન કરશે અને 20 ઓક્ટોમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Sep 19, 2020, 10:53 PM IST

વલસાડમાં કોરોના કેસ વધતા નવા 18 વિસ્તારોને એપી સેન્ટર જાહેર કરાયા

શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 422 કેસ નોંધાયા છે. જે પૈકી 220થી વધારે દર્દીઓ સારવાર લઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જો કે 161 દર્દીઓ હાલ પણ સારવાર હેઠળ છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા 18 એપી સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેથી વલસાડ શહેર અને જિલ્લામાં કુલ 327 વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. 

Jul 18, 2020, 10:03 PM IST

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસ ગુજરાતમાંથી ભરતસિંહ અને શક્તિસિંહને મેદાનમાં ઉતારશે

આગામી 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપ દ્વારા પોતાના બંન્ને ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકી નિશ્ચિત છે. રાજ્યસભામાંથી આ બંન્ને ઉમેદવારોને ટિકિટ મળી છે. કાલે બંન્ને ઉમેદવારો ફોર્મ ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા રમીલાબેન બારા અને અજય ભારદ્વાજને પોતાનાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી ચુક્યા છે.

Mar 13, 2020, 12:02 AM IST

ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું પરિણામ: ABVP 2 બેઠક છતા વિજય સરઘસ કાઢ્યું

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક અને NSUI એ ભવ્ય વિજય મેળવ્યો છે.  ABVP માત્ર 2 બેઠક પર જીતી છે અને સેનેટમાં કારમો પરાજય થયો છે. જો કે શરમજનક પરાજય છતા કેમ્પસમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે ડીજે બોલાવીને ઉજવણી કરવામાં આવી હતી. માત્ર યુજી કોમર્સ અને પીજી સાયન્સ જ એબીવીપી જીતી શક્યું હતું. ભાજપ યુવા મોરચાનાં નેતાઓએ ઉજવણીમાં હાજર રહ્યા હતા. આ વિજય સરઘસ દરમિયાન ABVP અને NSUI ના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.

Mar 9, 2020, 03:10 PM IST
Ahmedabad: Tight Security Checking Of Vehicles Ahead of Independence day PT1M16S

આતંકી હુમલાની દહેશતના પગલે અમદાવાદમાં હાથ ધરાયું પોલીસ ચેકીંગ , જુઓ વીડિયો

જમ્મુ-કશ્મીરમાં 370 કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં અલર્ટ અપાયું છે.

Aug 12, 2019, 06:00 PM IST
Vadodra: Security Checking At Vadodra Railway Station Due To Terror Threats PT3M22S

આતંકી હુમલાને લઈને વડોદરા રેલવે સ્ટેશન પર હાથ ધરવામાં આવ્યું સઘન ચેકીંગ

જમ્મુ-કશ્મીરમાં 370 કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં અલર્ટ અપાયું છે.

Aug 12, 2019, 04:05 PM IST
High Alert Declared in Surat Ahead of Independence Day PT3M40S

આતંકી હુમલાની દહેશતના પગલે સુરતમાં હાઈ અલર્ટ

જમ્મુ-કશ્મીરમાં 370 કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં અલર્ટ અપાયું છે.

Aug 12, 2019, 03:55 PM IST
Ahmedabad: Lathakand Judgement Declared PT3M47S

અમદાવાદ: ઓઢવ લઠ્ઠાકાંડમાં 6 લોકો દોષિત જાહેર, જુઓ વિગત

અમદાવાદ: લઠ્ઠાકાંડમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 33 આરોપીઓ સામે કરાઈ હતી ચાર્જશીટ. કેમિકલ આપનારા જયેશ ઠક્કર, દાદુ છારાને આરોપી જાહેર કરાયા. 650 જેટલા સાક્ષીઓએ આપી હતી જુબાની.

Jul 6, 2019, 01:00 PM IST
BJP Declaired Name Of Sadhvi Pragna As Candidate From Bhopal PT51S

ભોપાલમાં દિગ્વિજય સિંહ સામે લડશે સાધ્વી પ્રજ્ઞા, જુઓ વિગત

ભોપાલમાં દિગ્વિજય સિંહ સામે લડશે સાધ્વી પ્રજ્ઞા , કોંગ્રેસ સામે ભાજપના ઉમેદવારના નામની જાહેરાત , ધર્મયુદ્ધ લડવા માટે તૈયાર છુ હું ચૂંટણી લડીશ અને જીતીશ: સાધ્વી પ્રજ્ઞા

Apr 17, 2019, 02:50 PM IST
Congress Declared Ajay Kapoor As New Co in charge Of Bihar In Place Of Alpesh Thakor PT2M43S

કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના સ્થાને નવા સહપ્રભારીની કરી નિમણૂંક, જુઓ વિગત

કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના સ્થાને નવા સહપ્રભારીની કરી નિમણૂંક, બિહારના સહપ્રભારી તરીકે અલ્પેશ ઠાકોરને દૂર કરી અજય કપૂરની નિમણૂંક કરી

Apr 12, 2019, 03:50 PM IST
Congress Declared Manifesto For Loksabha Election 2019 PT45M19S

લોકસભા ચૂંટણી 2019ઃ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો...જુઓ શું વાયદા કર્યા?

લોકસભા ચૂંટણી 2019 : લોકસભા ચૂંટણી જીતવા કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ખેડૂતો, રોજગારી સહિત વિવિધ પાસાઓ મામલે કોંગ્રેસે જાણે વાયદાઓની વણઝાર લગાવી છે. એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરીઓનું વચન, નવા ઉદ્યોગો માટે 3 વર્ષ માટે કોઈ મંજૂરીની જરૂર નહીં, ખેડૂત દેવું ન ચૂકવી શકે તો ફોજદારી ગુનો નહીં નોંધવાનો વાયદો કર્યો છે. જુઓ શું છે વાયદાઓ...

Apr 2, 2019, 04:40 PM IST

ગુજરાત ચૂંટણી: ભાજપે 28 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે આજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી.

Nov 20, 2017, 12:01 PM IST