GANDHINAGAR: મહાનગરપાલિકાની ચૂંટણી ચોમાસા સુધી મોકૂફ, ત્યાર બાદ સમયોચિત્ત નિર્ણય લેવાશે

 મહાનગરપાલિકાની ચૂંટણી હવે ચોમાસા બાદ કરવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી આયોગ લીધો છે. ઓખા અને થરા નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી પણ સહિત નગરપાલિકાની પેટા ચૂંટણીઓ પણ ચોમાસા પછી યોજાશે તેવો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ તો કોરોના લગભગ કાબુમાં આવી ચુક્યો છે. જો કે ચૂંટણી પંચે ફરી એકવાર વધી રહેલા કેસ અને ચૂંટણીની સ્થિતિમાં કોરોના વધી શકે તેવી સ્થિતિને ધ્યાને રાખી હાલ ચૂંટણીનું આયોજન નહી કરવા માટેનો નિર્ણય લીધો છે. 
GANDHINAGAR: મહાનગરપાલિકાની ચૂંટણી ચોમાસા સુધી મોકૂફ, ત્યાર બાદ સમયોચિત્ત નિર્ણય લેવાશે

ગાંધીનગર :  મહાનગરપાલિકાની ચૂંટણી હવે ચોમાસા બાદ કરવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી આયોગ લીધો છે. ઓખા અને થરા નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી પણ સહિત નગરપાલિકાની પેટા ચૂંટણીઓ પણ ચોમાસા પછી યોજાશે તેવો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ તો કોરોના લગભગ કાબુમાં આવી ચુક્યો છે. જો કે ચૂંટણી પંચે ફરી એકવાર વધી રહેલા કેસ અને ચૂંટણીની સ્થિતિમાં કોરોના વધી શકે તેવી સ્થિતિને ધ્યાને રાખી હાલ ચૂંટણીનું આયોજન નહી કરવા માટેનો નિર્ણય લીધો છે. 

કોરોનાની પરિસ્થિતિ  ઉપરાંત ચોમાસામાં પાણીજન્ય રોગને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસુ વીતી ગયા બાદ કોરોનાની સ્થિતિ જો કાબુમાં આવી ચુકી હશે તો ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. અંતે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. જો કે હાલ તો ચૂંટણી પંચે ચૂંટણીનું આયોજન નહી કરવા માટેનો નિર્ણય લીધો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મુદ્દો ભારે વિવાદિત બન્યો હતો. કોંગ્રેસ અને આપ જેવા નેતાઓ દ્વારા પણ ચૂંટણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે મુખ્યમંત્રીએ ચૂંટણીપંચને અપીલ કરતા ચૂંટણી રદ્દ રાખવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news