ગાંધીનગરના ઇતિહાસમાં પહેલીવાર જમીનની રેકોર્ડ બ્રેક ભાવે હરાજી થઈ

ગાંધીનગરના ઇતિહાસમાં જમીનની રેકોર્ડ બ્રેક ભાવે હરાજી થઈ છે. કુડાસણ વિસ્તારમાં આવેલ એક કોમર્શિયલ પ્લોટની રૂપિયા ૧૪૩ કરોડમાં હરાજી થઈ છે. ગાંધીનગરના ગુડા વિસ્તારમાં કુડાસણમા એક સ્ક્વેર મીટરની કિંમત 1 લાખ 14 હજારના ભાવે પ્લોટની હરાજી થઇ છે. જે એક રેકોર્ડ જ કહી શકાય.
ગાંધીનગરના ઇતિહાસમાં પહેલીવાર જમીનની રેકોર્ડ બ્રેક ભાવે હરાજી થઈ

હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરના ઇતિહાસમાં જમીનની રેકોર્ડ બ્રેક ભાવે હરાજી થઈ છે. કુડાસણ વિસ્તારમાં આવેલ એક કોમર્શિયલ પ્લોટની રૂપિયા ૧૪૩ કરોડમાં હરાજી થઈ છે. ગાંધીનગરના ગુડા વિસ્તારમાં કુડાસણમા એક સ્ક્વેર મીટરની કિંમત 1 લાખ 14 હજારના ભાવે પ્લોટની હરાજી થઇ છે. જે એક રેકોર્ડ જ કહી શકાય.

આ પણ વાંચો : કચ્છના ભૂકંપ બાદ પાગલપણું આવ્યું, અને સગા ભાઈએ 9 વર્ષ ખુલ્લામાં સાંકળથી બાંધી રાખ્યો

ગાંધીનગરમા ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગુડા દ્વારા કુડાસણ અને સરગાસણમાં પ્લોટની ઈ હરાજી યોજવામાં આવી હતી. આ પૈકી કુડાસણમાં કોમર્શિયલ પ્લોટની હરાજી સવારે ૧૧ થી ૩ વાગ્યા સુધીમાં યોજાઈ હતી.  હરાજીમાં 121 વાર બોલી લગાવવામાં આવી હતી. 12576 સ્ક્વેર મીટર પ્લોટની મૂળ કિંમત રૂપિયા 80 હજાર સ્ક્વેર મીટરનો ભાવ મૂકવામા આવ્યો હતો. જોકે તેના કરતા 43 ટકા વધુ કિંમત હરાજીમાં મળી હતી. એટલે કે 143 કરોડ રૂપિયાની હરાજી થઈ હતી. ગુડાએ જે પ્લોટ માટે સ્ક્વેર મીટરના રૂપિયા 80 હજારની તળિયાની કિંમત નક્કી કરી હતી, તેનો હરાજીમાં સ્ક્વેર મીટરનો ભાવ 1 લાખ 14 હજારનો ભાવ આવ્યો હતો. આમ આ પ્લોટની કુલ કિંમત રૂપિયા ૧૪૩ કરોડ થઈ છે. 

આ પણ વાંચો : સુરતના બંગલાઓમાં બને છે પોર્ન ફિલ્મો, મુંબઈના બહુચર્ચિત પોર્ન રેકેટમાં તનવીરની ધરપકડ

તેનાથી બિલકુલ વિપરીત સરગાસણના 7186 સ્ક્વેર મીટરના બે પ્લોટની પણ હરાજી યોજવામાં આવી હતી. પણ કોઈએ આ પ્લોટની બોલી ન બોલતા આખરે હરાજી રદ કરવાની ફરજ પડી છે. સરગાસણની હરાજીમાં માત્ર બે વ્યક્તિઓ આવતાં હરાજી મોકૂફ રાખવી પડી હતી. ગુડાના 300 પ્લોટ પૈકી કુડાસણ અને સરગાસણમાં હરાજી યોજવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news