Budget 2025: નાણામંત્રી 1 જુલાઇએ રજૂ કરશે ફૂલ બજેટ! આ વખતે સેલરી ક્લાસને મળશે રાહત?

Finance minister nirmala sitharaman: સહયોગી ચેનલ ઝી બિઝનેસના સૂત્રોના અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઇના રોજ પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. 

Budget 2025: નાણામંત્રી 1 જુલાઇએ રજૂ કરશે ફૂલ બજેટ! આ વખતે સેલરી ક્લાસને મળશે રાહત?

Union Budget 2025: મોદી સરકારના બીજા કાર્યકાળમાં 1 ફેબ્રુઆરી 2024 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણામંત્રી વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હવે નવી સરકાર તરફથી પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર તરફથી 1 જુલાઇ 2024 ના રોજ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. સહયોગી ચેનલ ઝી બિઝનેસના સૂત્રોના અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઇના રોજ પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. 

24 જૂનથી 3 જુલાઇની વચ્ચે સંસદનું વિશેષ સત્ર!
મોદી સરકાર તરફથી પહેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને સામાન્ય વ્યક્તિને મોટી ભેટ આપ્યા બાદ તે જલદી દેશની જનતા માટે પોતાનો પટારો ખોલવા જઇ રહ્યા છે. ઝી બિઝનેસના સૂત્રોના અનુસાર 24 જૂનથી 3 જુલાઇની વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. સાથે જ 1 જુલાઇએ મોદી 3.0 નું પહેલું બજેટ રજૂ થવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 26 જૂને 18મી લોકસભા માટે અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ 27 જૂને સદનને સંબોધિત કરી શકે છે. 

8.2 ટકાનો મજબૂત જીડીપી ગ્રોથ પ્રાપ્ત કર્યો
મોદી 3.0 સરકારમાં નિર્મલા સીતારમણે ફરી એકવાર નાણા અને કોર્પોરેટ મામલાનો મહત્વપૂર્ણ વિભાગ સોંપવામાં આવ્યો છે. આ જવાબદારી તેમને દેશની ઇકોનોમી પોલિસી અને કોર્પોરેટ ગર્વન્સના મેનેજમેન્ટમાં સારી આશાને જોતાં લેવામાં આવ્યો છે. સીતારમણની વાપસી સફળ ટ્રેક રેકોર્ડના આધાર પર થઇ છે. તેમાં ઇન્ડીયન ઇકોનોમીએ 2023-24 માં 8.2 ની મજબૂતી જીડીપી ગ્રોથ પ્રાપ્ત કર્યો છે. આ દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ તેજ છે અને મોંઘવારી દર 5 ટકાથી નીચે આવી ગઇ છે. 

ઇકોનોમી પહેલાંના મુકાબલે થઇ મજબૂત
નિર્મલા સીતારમણના નાણા મંત્રી તરીકે જવાબદારી સંભાળતી વખતે ફિસ્કલ ડેફિસિટ પણ 2020-21 માં જીડીપીના 9 ટકાથી ઓછો થઇને 2024-25 માટે 5.1 ટકા પર આવી ગયો છે. તેનાથી ઇકોનોમી પહેલાંના મુકાબલે મજબૂત થઇ છે. એસએંડૅપી ગ્લોબલ રેટિંગે દેશની સારી નાણાકીય સ્થિતિ અને મજબૂત આર્થિક વિકાસનો હવાલો આપતાં ભારતની સોવરેન રેટિંગ આઉટલુકને 'સ્ટેબલથી વધારીને પોઝિટિવ' કરી દીધો છે. 

સેલરી ક્લાસને શું છે આશા
વચગાળાના બજેટ દરમિયાન મંત્રી તરફથી સેલરી ક્લાસને ધ્યાનમાં રાખીને કોઇપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. એટલા માટે બજેટમાં નોકરીયાત લોકોને સરકાર પાસેથી ખૂબ આશા છે. અત્યારે ઓલ્ડ ટેક્સ રિઝીમ અને ન્યૂ ટેક્સ રિઝીમના આધાર પર ટેક્સની દેણદારી બને છે. સેલરી ક્લાસ ન્યૂ ટેક્સ રિઝીમ અંતગર્ત છૂટની સીમા 7 લાખ રૂપિયાથી વધીને 8 લાખ રૂપિયા થવાની આશા છે. આ ઉપરાંત ઓલ્ડ ટેક્સ રિઝીમમાં પણ રાહતની આશા કરવામાં આવી રહી છે અને તેના અંતગર્ત ટેક્સ છૂટ અઢી લાખ રૂપિયાથી વધારીને ત્રણ લાખ કરવામાં આવી શકે છે? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news