Gauri Vrat Offer : ગૌરીવ્રત નિમિત્તે કુંવારીકાઓને Free Haircut અને Mehndi મૂકી આપશે આ મહિલા

કોરોનાની મહામારી (Coronavirus) માં અનેક વ્યવસાયો પડી ભાંગ્યા છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે. તેવામાં જનજીવનની ગાડી ધીરેધીરે પાટા પર આવી રહી છે. ત્યારે વ્યવસાય ધારકો ફરી એક વાર ઉભા થવાના પ્રયાસ કરી રહ્યા છે.
Gauri Vrat Offer : ગૌરીવ્રત નિમિત્તે કુંવારીકાઓને Free Haircut અને Mehndi મૂકી આપશે આ મહિલા

હાર્દિક દિક્ષિત, વડોદરા: કોરોનાની મહામારી (Coronavirus) માં અનેક વ્યવસાયો પડી ભાંગ્યા છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે. તેવામાં જનજીવનની ગાડી ધીરેધીરે પાટા પર આવી રહી છે. ત્યારે વ્યવસાય ધારકો ફરી એક વાર ઉભા થવાના પ્રયાસ કરી રહ્યા છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો કોરોનાના કારણે અનેક માતા પિતા એ રોજગારી ગુમાવી છે. તહેવારો પણ આવી રહ્યા છે. ત્યારે ઘરમાં નાના બાળકોને તહેવાર (Festival) ની ઉજવણીમાં આર્થીક તંગી વિશે કઈ રીતે સમજાવવા એ વિકટ પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો છે.

આવતી કાલથી કુંવારી દીકરીઓનું વ્રત એટલે કે ગૌરી વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે માતા-પિતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા (Vadodara) શહેરના ભાયલી ખાતે રહેતા તેમજ ક્રેઝી કટઝ (crazy cutz) સલૂનના સંચાલિકા જ્યોતિ દીક્ષિત દ્વારા કુવારીકાઓ (નાની દીકરીઓ) ને પાંચ દિવસ માટે મફતમાં મહેંદી મૂકી આપવી તેમજ મફતમાં હેર કટ (haircut) કરી આપવાનું અનોખું બીડું ઉપાડવામાં આવ્યું છે.
No description available.

આ દરમિયાન ફરજિયાત માસ્ક અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. તમામ બાળાઓને સેનેટાઇઝ કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવશે. 

આપણે ભૂતકાળમાં કોરોના કાળમાં સેવા કાર્ય કરતા અનેક લોકો તેમજ સંસ્થાઓ ને નિસ્વાર્થ ભાવે પોતાનું બનતું યોગદાન આપતા જોયા છે. કોરોના મહામારીની ગતિ હાલ ધીમી પડી છે. ત્યારે પોતાની આર્થિક સ્થિતિ ને જોતા તહેવારો ની ઉજવણી કેવી રીતે કરવી તેને લઈને નાગરિકો મુંજવણમાં છે. ત્યારે જ્યોતિ દીક્ષિત દ્વારા કરવામાં આવતા આ ઉમદા કામની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે. જેમાં આજથી આવનાર પાંચ દિવસ સુધી દીકરીઓને મહેંદી તેમજ હેર કટ મફતમાં કરી આપવામાં આવનાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news