જુનાગઢ : 12 રાજ્યોના 503 યંગસ્ટર્સ ગિરનારને સૌથી પહેલા સર કરવા દોડ્યા...

 દર વર્ષે યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ એડવેન્ચર સ્પર્ધાનો આજે સવારે પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં સ્પર્ધકો ગિરનારની તળેટીમાં એકઠા થયા હતા. આ વર્ષે કોમ્પિટિશનમાં 500થી વધુ સ્પર્ધકો જોડાયા છે. 

જુનાગઢ : 12 રાજ્યોના 503 યંગસ્ટર્સ ગિરનારને સૌથી પહેલા સર કરવા દોડ્યા...

હનીફ ખોખર/જુનાગઢ : દર વર્ષે યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ એડવેન્ચર સ્પર્ધાનો આજે સવારે પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં સ્પર્ધકો ગિરનારની તળેટીમાં એકઠા થયા હતા. આ વર્ષે કોમ્પિટિશનમાં 500થી વધુ સ્પર્ધકો જોડાયા છે. 

જૂનાગઢ માં ગિરનાર પર્વત પર સૌથી અનોખી એડવેન્ચર એવી ગિરનાર આરોહણ આવરોહણ સ્પર્ધા યોજાતી હોય છે. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ દોડીને ગિરનાર પર્વતના પગથિયાં ચઢવાના અને ઉતારવાના હોય છે. ત્યારે કપરી કહેવાય તેવી આ સ્પર્ધા શિયાળામાં યોજાતી હોય છે. ત્યારે આજે ફુલગુલાબી ઠંડીની વચ્ચે સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. 12 રાજ્યોના કુલ 503 સ્પર્ધકોએ વહેલી સવારે ગિરનાર ચઢવા માટે દોટ લગાવી હતી. 

GirnarCompetition3.JPG

આ સ્પર્ધામાં કુલ 292 સિનિયર બોઇસ, 78 જુનિયર બોઇસ, 96 સિનિયર ગર્લ્સ અને 37જુનિયર ગર્લ્સે ભાગ લીધો છે. જેમાં ગર્લ્સને માલી પરબ સુધી 2200 પગથિયાં અને બોયઝે અંબાજી મંદિર સુધી 5000 પગથિયાં ચડવાના હોય છે. જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર અધ્ય શક્તિબેન મજમુદાર અને ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ સવારે લીલી ઝંડી બતાવીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news