ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા પાવગઢ પર સોનાના કળશ: ઇતિહાસમાં પ્રથમ વખત 14.50 કરોડના 8 કળશ પ્રસ્થાપિત

મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોનાના દાનમાંથી પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલ કળશની પૂજા વિધી કરી સ્થાપના કરવામાં આવી છે. 

ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા પાવગઢ પર સોનાના કળશ: ઇતિહાસમાં પ્રથમ વખત 14.50 કરોડના 8 કળશ પ્રસ્થાપિત

જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: યાત્રાધામ અને શક્તિપીઠ પાવગઢ ખાતે હાલ નવીનીકરણ અને વિકાસનું કાર્ય અંતિમ તબક્કામાં છે, ત્યારે મહાકાળી નિજ મંદિર ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત સોનાના કળશ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. જે હાલ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

શક્તિપીઠ પાવગઢ ખાતે મહાકાળી મંદિરનું નવીન મંદિર બન્યા બાદ મંદિરની ટોચ પર આવેલ મુખ્ય શિખર પર સોનાના આઠ કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોનાના દાનમાંથી પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલ કળશની પૂજા વિધી કરી સ્થાપના કરવામાં આવી છે. 

No description available.

કુલ 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિ.ગ્રા.નો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. મંદિરના અન્ય 2 ફૂટના 7 શિખરો પર પણ સોનાનો ઢોળ ચઢાવી કળશ સ્થાપીત કરવામાં આવ્યા હતા. આ કડશો હાલ પાવગઢ મંદિરની શોભા વધારી રહ્યા છે અને ભક્તોમાં પણ આકર્ષક ઉભું કરી રહ્યા છે.

હાલ નિજ મંદિર પર 2 ફૂટના એક કળશ પર 200 ગ્રામ લેખે 7 નાના કળશ પર રૂા.7 કરોડના 1.4 કિ.ગ્રા. સોનાનો ઢોળ ચઢાવી પૂજા અર્ચના કરી મંદિરના નાના શિખરો પર સ્થાપિત કરાતાં માતાજીનું મંદિર પર પ્રથમવાર સોનાના કળશથી સુશોભિત થયું હતું. 

No description available.

પાવાગઢ મંદિર પર દાતાઓ તરફથી દાનથી મળેલા રૂા.14.50 કરોડના 2.900 કિ.ગ્રા સોનાનો ઉપયોગ કરીને નવીન બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશ સ્થાપિત થતાં મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર શિખર બધ્ધ બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube       

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news