પશુપાલકો માટે ખુશીના સમાચાર; સુમુલ ડેરીએ પશુપાલકોની દિવાળી સુધારી, વર્ષે 60 કરોડ લાભ થશે

સુમુલના પશુપાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને સુમુલે પશુપાલકોને ભેટ આપી છે. પશુપાલકો માટે કિલોફેટે 20 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે, જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે.

પશુપાલકો માટે ખુશીના સમાચાર; સુમુલ ડેરીએ પશુપાલકોની દિવાળી સુધારી, વર્ષે 60 કરોડ લાભ થશે

ઝી બ્યુરો/સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરી દ્વારા દિવાળી પહેલા મોટી જાહેરાત કરવામાં આવતા પશુપાલકોમાં આનંદનો મોજૂ ફરી વળ્યું છે. સુમુલ ડેરીએ ભેસના દુધના ભાવમાં કિલોએ ફેટના રૂ. 20 અને ગાયના રૂ. 15નો વધારો કર્યો છે. આ વધારાથી ખેડૂત-પશુપાલકોને વર્ષે 60 કરોડનો લાભ થશે.

સુમુલના પશુપાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને સુમુલે પશુપાલકોને ભેટ આપી છે. પશુપાલકો માટે કિલોફેટે 20 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે, જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. ભેંસના દૂધના કિલોફેટે 810 રૂપિયા હતા જે વધારી 830 આપવામાં આવ્યા છે. ગાયના દૂધના કિલોફેટે ભાવ 780 હતા તે વધારીને 795 આપવામાં આવ્યા. પશુપાલકોને વાર્ષિક 60 કરોડ રૂપિયા વધુ મળશે.  

સુમન ડેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોને આર્થિક રીતે આવક ઊભી થાય તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરિણામે ફેટના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની અને પશુપાલકોની આવક બમણી થાય તે માટે સતત હાથ ધરી રહ્યા છે. સુમુલ ડેરી સાથે સંકળાયેલા લાખોની સંખ્યામાં પશુપાલકોને વર્ષે 60 કરોડ કરતાં વધુની આવક પ્રાપ્ત થશે. પશુપાલન ક્ષેત્રમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા સુમુલ ડેરી દ્વારા નિર્ણયો લેવાય રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news