PM મોદીના સી પ્લેનની સુરક્ષાને ધ્યાને રાખીને સાબરમતી નદીમાં ફીટ કરાયા ગોયા! જાણો શું છે?
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન શરૂ કરવાની તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. સી પ્લેનના પાયલોટ ટેકઓફ અને લેન્ડિંગ માટે ચોક્કસ સ્થાન જોઈ શકે તે માટે સાબરમતી નદીમાં લગાવાઈ રહ્યા છે બોયા. સાબરમતી નદીમાં તરતા આ માર્કર સ્પોટની મદદથી ઉતરાણ કરતી વખતે પાયલોટ જાણી શકશે કે તેણે કયા સ્થાન પર ઉતરાણ કરવાનું છે.
(સી પ્લેનનું સુરક્ષીત લેન્ડિંગ થઇ શકે તે માટે આ ગોયા ફીટ કરવામાં આવે છે)
સાબરમતી નદીમાં 19 જેટલા બોયા બેસાડવાનું કામ શરૂ. જેટી ફિટ કરાઈ છે ત્યાંથી દર 200 - 200 મીટરના અંતરે બોયા લગાવવાનું કામ શરૂ કરાયું. નદીમાં નીચે સીંકર ફિટ કરાશે જેની સાથે સાંકળની મદદથી બોયાને બેસાડવામાં આવી રહ્યા છે. સીંકર નદીમાં ફિક્સ રહેશે જેની સાથે સાંકળની મદદથી ફિટ કરાયેલા બોયા સાબરમતી નદીમાં ફિક્સ જગ્યા પર તરતા જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે