લાંચીયા GRD અને TRB જવાનની ધરપકડ! મલાઈ ખાવી ભારે પડી, રોકડ સાથે કેમેરામાં થયો કેદ

વલસાડ ગ્રામ્ય પોલીસનો GRD જવાન એક હજાર રૂપિયાની લાંચ લઈને ACBના છટકામાંથી ફરાર થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, તો અમદાવાદમાં 2 હજાર રૂપિયાનો મેમો આપવાના બદલે 200 રૂપિયાનો તોડ કરતો TRB જવાન કેમેરામાં કેદ થયો છે.

લાંચીયા GRD અને TRB જવાનની ધરપકડ! મલાઈ ખાવી ભારે પડી, રોકડ સાથે કેમેરામાં થયો કેદ

ઝી બ્યુરો/અમદાવાદ: ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક સરકારી બાબુઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે તેમ છતાં કેટલાક લોકો એવા છે કે હજી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. શહેરમાં દિવસે દિવસે લાંચિયા લેવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે એક સાથે બે કિસ્સો સામે આવ્યા છે. વલસાડ ગ્રામ્ય પોલીસનો GRD જવાન એક હજાર રૂપિયાની લાંચ લઈને ACBના છટકામાંથી ફરાર થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, તો અમદાવાદમાં 2 હજાર રૂપિયાનો મેમો આપવાના બદલે 200 રૂપિયાનો તોડ કરતો TRB જવાન કેમેરામાં કેદ થયો છે.
 
TRB જવાનનો વીડિયો વાયરલ
અમદાવાદમાં એક TRB જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભદ્ર કોર્ટથી વિક્ટોરિયા ગાર્ડન નજીક વાહન ચાલક પાસેથી પૈસા ઉઘરાવતો TRB જવાનનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વીડિયોમાં TRB જવાન 2000થી 2500નો દંડ આપવાનું કહીને તોડ કરતો નજરે પડે છે. TRB જવાન ₹ 200નો તોડ કરતા વીડિયોમાં દેખાયો છે. વાયરલ વીડિયો આધારે ટ્રાફિક પોલીસે અધિકારીએ તપાસ શરૂ કરાવી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 8, 2023

GRD જવાન એક હજાર રૂપિયાની લાંચ
વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં કરજ બજાવતો જીઆરડીએ કરીયાદી પાસે દારૂનો ધંધો કરવાના હપ્તા પેટે 1 હજાર રૂપિયા માંગ્યા હતા. જોકે આ જીઆરડી જવાનને લાંચ માંગવી ભારે પાડી છે. કરિયાદીએ એસીબીને જાણ કરતા છટકુ ગોઠવીને જીઆરડીને ઝડપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એસીબીના કર્મચારીને જોઇ જતા પોતે 1 હજાર રૂપિયા લઇ બાઇક પર કરાર થઇ ગયો છે.

આ ઘટનાની વિગત મુજબ, વલસાડ ૩રલ પોલીસ સ્ટેશનમાં કરજ બજાવતો જીઆરડી પ્રતિક્ભાઇ દિલીપભાઇ પટેલ લાંચના રૂપિયા લઇ કરાર થયો હતો. જીઆરડીએ કરીયાદીને કોન કરી ઘરનો ધંધો કરવાના હપ્તા પેટે 1 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે લાંચની રકમ કરીયાદી આપવા માંગતા ના હોવાથી, કરીયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવીને જીઆરડીને ઝડપવાનો પ્રયાસ કર્યો હતો.

ગુંદલાવ જુની જી.આઇ.ડી.સી.પ્લોટ નંબર-5 માં આવેલ પ્રતિક વુડ ઇન્ડસ્ટ્રીઝના ગેટની સામે 7મી સપ્ટેમ્બર 2023નારોજ લાંચના છટકા દરમ્યાન જીઆરડીએ કરીયાદી પાસેથી રૂપિયા 1 હજારની લાંચ માંગણી કરતા એસીબી ટીમના સભ્યોને જોઇ શંકા જતા પોતાની બાઇક પુરઝડપે હંકારો લાંચની રકમ લઇ ભાગી જતા એસીબીએ જીઆરડી પ્રતિકભાઇ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news