જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા સિંગતેલનાં ભાવમાં ભડકો, જાણો કેટલો થયો વધારો

જન્માષ્ટમીનાં તહેવાર નજીક આવતા સિંગતેલનાં ભાવમાં ભડકો જોવા મળ્યો છે. સિંગતેલનાં ભાવમાં રૂપીયા 10નો વધારો થયો છે. સિંગતેલનાં ભાવમાં રૂપીયા 10નો વધારો થતા 15 કિલો ડબ્બાનો ભાવ 1820થી 1830 રૂપીયા પહોંચ્યો છે.

જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા સિંગતેલનાં ભાવમાં ભડકો, જાણો કેટલો થયો વધારો

રક્ષિત પંડ્યા, રાજકોટ: જન્માષ્ટમીનાં તહેવાર નજીક આવતા સિંગતેલનાં ભાવમાં ભડકો જોવા મળ્યો છે. સિંગતેલનાં ભાવમાં રૂપીયા 10નો વધારો થયો છે. સિંગતેલનાં ભાવમાં રૂપીયા 10નો વધારો થતા 15 કિલો ડબ્બાનો ભાવ 1820થી 1830 રૂપીયા પહોંચ્યો છે.

ભાવ વધારાને લઇને વેપારીઓનું કહેવું છે કે, નાફેર્ડ પાસે રહેલી 2017-18ની સાલની મગફળીનું વેંચાણ પૂરૂ થઇ ગયું છે. જેને કારણે નવી મગફળી નાફેર્ડ પાસે થી 200 રૂપીયા ઉંચા ભાવમાં મીલરોને લેવી પડી રહી છે. જેને કારણે સિંગતેલનાં ભાવમાં વધારો થયો છે.

ચાલુ વર્ષે નવી અનેે જૂની મગફળી હોવાથી ભાવ 1800 થી 2000 સુધીનાં જોવા મળ્યા હતા. હજું પણ તહેવારો નજીક આવે છે જેથી 20 થી 40 રૂપીયા સુધીનો વધારો જોવા મળશે. મહત્વનું છે કે, નવી મગફળીનું સિંગતેલ બજારમાં આવશે ત્યારે 70 થી 90 રૂપીયા સુધીનાં ભાવમાં વધારો થવાની શક્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news