ગાંધીનગર નજીક લેકાવાડા ખાતે GTUની 100 એકર જમીનમાં 225 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ગ્રીન ઝોન કેમ્પસ બનાવાશે

જીટીયુના ગાંધીનગર પાસેના લેકાવાડા સ્થિત કેમ્પસને વૈશ્વિક સ્તરની હાઈટેક માળખાકીય સવલતોથી સુસજ્જ કરવાની કામગીરી ઓગસ્ટથી શરૂ થઈ છે. શિક્ષણ વિભાગે ફાળવેલ રાજ્ય સરકારની ગ્રાન્ટની મદદથી જીટીયુનું નવુ કેમ્પસ ડેવલપ કરાશે. મહત્તમ જમીન પર વૃક્ષોની વાવણી કરીને ઓક્સિજન વધારવાનો પ્રયાસ કરવામાં આવશે અને ગ્રીન કેમ્પસ બનાવવામાં આવશે. 

ગાંધીનગર નજીક લેકાવાડા ખાતે GTUની 100 એકર જમીનમાં 225 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ગ્રીન ઝોન કેમ્પસ બનાવાશે

અતુલ તિવારી, અમદાવાદઃ જીટીયુની 100 એકરની જમીનમાં 225 કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરનુ ગ્રીન ઝોન કેમ્પસ ડેવલપ કરવામાં આવશે. ઓગસ્ટ 2021 થી શરૂ થયેલી કેમ્પસ ડેવલપમેન્ટની પ્રક્રિયા ઓગસ્ટ 2023 સુધીમાં સંપૂર્ણ કેમ્પસ માળખાકીય સવલતોથી સુસજ્જ કરવામાં આવશે. 3 વર્ષની સમય મર્યાદામાં જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

જીટીયુના ગાંધીનગર પાસેના લેકાવાડા સ્થિત કેમ્પસને વૈશ્વિક સ્તરની હાઈટેક માળખાકીય સવલતોથી સુસજ્જ કરવાની કામગીરી ઓગસ્ટથી શરૂ થઈ છે. શિક્ષણ વિભાગે ફાળવેલ રાજ્ય સરકારની ગ્રાન્ટની મદદથી જીટીયુનું નવુ કેમ્પસ ડેવલપ કરાશે. મહત્તમ જમીન પર વૃક્ષોની વાવણી કરીને ઓક્સિજન વધારવાનો પ્રયાસ કરવામાં આવશે અને ગ્રીન કેમ્પસ બનાવવામાં આવશે. 

નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (ગૃહ) અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે. જેમાં 17 થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે. જેમાં સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ , ફાર્મસી , મેનેજમેન્ટ , ઉપરાંત એડમીન બિલ્ડિંગ, પરીક્ષા ભવન અને ડેટા સેન્ટર , ગલ્સ અને બોય્ઝ હોસ્ટેલ, અદ્યતન સેન્ટર લાઈબ્રેરી, કુલપતિ અને કુલસચીવના બંગ્લોઝ, ક્લાસ -2 અને 3 કેટેગરીના સ્ટાફ ક્વાર્ટઝ, કાફેટેરીયા, ફાર્મસીની રીસર્ચ સંબધીત એનિમલ હાઉસ આ ઉપરાંત તમામ કર્મચારીઓને સવલત મળી રહે તે હેતુસર એટીએમ અને પોસ્ટ ઓફિસની સુવિઘા પણ પૂરી પાડવામાં આવશે. 
 
ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવતું નવું કેમ્પસ અંદાજીત 5000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લિમડો, પીપળો , વડ, બોરસલી , ગુલમહોર, આંબલી વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત  2000 સ્કેવર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદીક ઔષધી પ્લાન્ટ પણ વાવવામાં આવશે. જેમાં અરડૂસી, અશ્વગંધા, આમળા, ગીલોય, જાંબુ વગેરે જેવા ઔષધીય છોડનું પણ વાવેતર કરવામાં આવશે.  100 ટકા શુદ્ધ અને પ્રદૂષણમુક્ત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે  તે માટે કોમન પાર્કિંગ રખાવીને સમગ્ર કેમ્પસમાં પરિવહન માટે 2.50 કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. 

આ ઉપરાંત વિવિધ ભવનો પર 18000 સ્કેવ મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે. જેનાથી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ્સ  અને અન્ય પ્રકૃત્તિને નુકસાનકારક પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાશે. આ સમગ્ર કેમ્પસનું બાંધકામ એક જ સમયમાં બાંધવામા આવશે. વધુમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે અદ્યતન ઓડિટોરીયમ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news