વિશ્વ વિકલાંગ દિને જીટીયુની અનોખી જાહેરાતઃ દિવ્યાંગજનોના ઓડિટ માટે ખાસ કોર્સની વિચારણા

વિશ્વ વિકલાંગ દિને જીટીયુની અનોખી જાહેરાતઃ દિવ્યાંગજનોના ઓડિટ માટે ખાસ કોર્સની વિચારણા

અતુલ તિવારી/ અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) તરફથી વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દિવ્યાંગજનોની(Disable) સ્થિતિનું ઓડિટ કરવા અંગેનો વિશિષ્ટ કોર્સ શરૂ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. વૈશ્વિક સમાજસેવી સંસ્થા વોઈસ ઑફ સ્પેશ્યલી એબલ્ડ પિપલના(Voice of Specially abled people) સ્થાપક પ્રણવ દેસાઈ અને જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે વિચારવિમર્શ કર્યો હતો, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો. 

જીટીયુ ના વાઈસ ચાન્સેલર ડૉ.શેઠે આ બેઠકમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં દિવ્યાંગજનો માટે કંઈક કરવા અનુરોધ કર્યો હતો. તેને અનુલક્ષીને વિશ્વ દિવ્યાંગ દિનની પૂર્વ સંધ્યાએ અમે આ નિર્ણય લીધો હતો. બેઠકમાં એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજુલ ગજ્જર અને જીટીયુના રજીસ્ટ્રાર ડૉ.કે.એન.ખેર પણ ઉપસ્થિત હતા.

હાલમાં અમેરિકા અને ભારતમાં ઑફિસો ધરાવતા અને વિશ્વના અનેક દેશોમાં દિવ્યાંગજનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આ સંગઠનની ટીમ અમેરિકાની જેમ જ ભારતમાં પણ દિવ્યાંગજનો માટેની ઓડિટનો કોર્સ શરૂ કરવામાં મદદ કરશે. સંગઠનના સ્થાપક પ્રણવભાઈએ એવી માહિતી પણ આપી હતી કે વૉઈસ ઑફ સ્પેશ્યલી એબલ્ડ પિપલ સંગઠન સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક તથા સામાજિક કાઉન્સિલમાં પણ સલાહકાર તરીકે સંકળાયેલું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news