DPS Meghaninagar : બીયુ, એનઓસી, પરવાના વગરની બિલ્ડિંગમાં ચાલે છે સ્કૂલ

શાહીબાગની ગુરુકુળ સોસાયટીમાં રહેતા માધુરી સિંહ દ્વારા માહિતી અધિકારના કાયદા(Right to Information Act) હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ પાસે કેશવબાગ સોસાયટીમાં એક બિલ્ડિંગમાં ચાલતી DPS પ્લે સ્કૂલ અને MBT સિક્યોરિટી સર્વિસ નામની એક ઓફિસ કાર્યરત છે. આ બંને સંસ્થાઓ અંગે વિવિધ માહિતી માગવામાં આવી હતી.

DPS Meghaninagar : બીયુ, એનઓસી, પરવાના વગરની બિલ્ડિંગમાં ચાલે છે સ્કૂલ

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ હાથીજણ નજીકના હિરાપુર ગામે આવેલી ડીપીએસ ઇસ્ટ(DPS East) સ્કૂલનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં અમદાવાદના મેઘાણીનગરમાં (Meghaninagar) આવેલી ડીપીએસ પ્લે સ્કૂલનો (DPS Play School) નવો વિવાદ સામે આવ્યો છે. કેશવબાગ સોસાયટીમાં (Keshavbaugh Society) એક બિલ્ડિંગમાં ચાલતી આ સ્કૂલ અંગે જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર કાયદા (Right to Information Act) હેઠળ માગેલી માહિતીમાં નવી જ વિગતો બહાર આવી છે. આ સ્કૂલ જે બિલ્ડિંગમાં ચાલે છે તેના કોઈ અધિકૃત દસ્તાવેજ એએમસી(AMC) પાસે ન હોવાનું જણાવાયું છે. 

શાહીબાગની ગુરુકુળ સોસાયટીમાં રહેતા માધુરી સિંહ દ્વારા માહિતી અધિકારના કાયદા(Right to Information Act) હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ પાસે કેશવબાગ સોસાયટીમાં એક બિલ્ડિંગમાં ચાલતી DPS પ્લે સ્કૂલ અને MBT સિક્યોરિટી સર્વિસ નામની એક ઓફિસ કાર્યરત છે. આ બંને સંસ્થાઓ અંગે વિવિધ માહિતી માગવામાં આવી હતી. અરજદારે નીચે મુજબના પાંચ પ્રશ્નો પુછ્યા હતા. 

પ્રશ્ન-1 : આ બંને, શાળા તથા ઓફિસ ચાલે છે, તે બિલ્ડિંગના બાંધકામ અંગેનો નકશો પાસ થયેલો છે કે કેમ? 
પ્રશ્ન-2 : આ બિલ્ડીંગ માટેની BU પરમીશન આપવામાં આવી છે કે કેમ ? 
પ્રશ્ન-3 : આ બલ્ડીંગને ફાયર એનઓસી આપવામાં આવી છે કે કેમ ?
પ્રશ્ન-4 : આ બિલ્ડીંગ માટેની પરમિશન કોના નામે અને કયા પુરાવાના આધારે આપવામાં આવી છે ? તેની કોપી આપવી.
પ્રશ્ન-5 : આ બિલ્ડીંગની આકારણી ક્યારે કરવામાં આવી હતી તેની વિગતો આપવી ?

20 જુલાઇના રોજ આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલી ઉપરોક્ત માહિતી અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 22 ઓગષ્ટ,2019ના રોજ નીચે મુજબ જવાબ આપ્યો હતો. 
જવાબ-1 : આપના દ્વારા માગવામાં આવેલી માહિતી અત્રેના રેકર્ડ ઉપર ઉપલબ્ધ ન હોઇ આપી શકાય એમ નથી.
જવાબ-2 : આપના દ્વારા માગવામાં આવેલી માહિતી અત્રેના રેકર્ડ ઉપર ઉપલબ્ધ ન હોઇ આપી શકાય એમ નથી.
જવાબ-3 : સંબંધીત વિભાગને તબદીલ કરેલ છે.
જવાબ-4 : આપના દ્વારા માગવામાં આવેલી માહિતી અત્રેના રેકર્ડ ઉપર ઉપલબ્ધ ન હોઇ આપી શકાય એમ નથી.
જવાબ-5 : સંબંધીત વિભાગને તબદીલ કરેલ છે.

પ્રશ્ન નંબર-3 એટલે કે, આ બિલ્ડીંગને ફાયર એનઓસી મળી છે કે કેમ,  તે અંગેના પ્રશ્નના જવાબમાં ફારયબ્રીગેડે પણ માહિતી ઉપલબ્ધ ન હોવાનો જવાબ આપ્યો છે.

આમ, જે રીતે હીરાપુર ગામની ડીપીએસ ઇસ્ટ સ્કૂલને ગેરકાયદે રીતે ઉભી કરાઇ હતી અને નિત્યાનંદ આશ્રમના વિવાદ પછી 10 વર્ષથી ગેરકાયદે દસ્તાવેજોના આધારે ચાલતી ડીપીએસ સ્કૂલની તંત્ર સાથે છેતરપિંડી બહાર આવી છે. તેમાં તંત્રની બેદરકારી પણ છતી થઇ હતી. હવે, એવી જ રીતે મેઘાણીનગરની આ પ્લે સ્કૂલની પણ કાયદેસરતા સામે પ્રશ્નો ઉભા થયા છે. આ અંગે AMCના અધિકારી કેમેરા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news