વિધાનસભા સત્રઃ સોમવારે 9 વાગે કોંગ્રેસ કરશે વિધાનસભાનો ઘેરાવ, ગૃહમાં ઉઠાવશે મુદ્દા

વિધાનસભા સત્રઃ સોમવારે 9 વાગે કોંગ્રેસ કરશે વિધાનસભાનો ઘેરાવ, ગૃહમાં ઉઠાવશે મુદ્દા

અમિત રાજપુત/અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર સોમવારથી(Mondady) મળવા જઈ રહ્યું છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે (Congress) પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પુરતી તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ દ્વારા સવારે 9 વાગે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. 

રવિવારે સર્કિટ હાઉસ(Circuit House) ખાતે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના(Paresh Dhanani) નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકનું(Congress MLA Meet) આયોજન કરાયું હતું. આ બેઠકમાં વિધાનસભામાં(Assembly Session) ઉગ્ર રજુઆતો કરવાનો નિર્ણય લેવાયો હતો. બિન સચિવાલય પરિક્ષામાં ગેરરીતિથી માંડીને અન્ય પરીક્ષાના ગોટાળા, નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સ્કૂલનું કૌભાંડ, ખેડૂતોના પાક વીમાની સમસ્યા જેવા મુદ્દાઓ પર વિધાનસભા ગજવવાની કોંગ્રેસે તૈયારી કરી છે. 

વિધાનસભા દળની બેઠકની વિગતો આપતા દંડક શૈલેષ પરમારે(Shailesh Parmar) જણાવ્યું કે, "આવતીકાલથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં કોંગ્રેસ સવારે 9 કલાકે વિધાનસભાનો ઘેરાવ કરશે. પોલીસે મંજુરી આપી નથી, તેમ છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કૂચ કરવામાં આવશે. જો પોલીસ ધારાસભ્યોની ધરપકડ કરશે તો પણ કૂચ આગળ વધારવામાં આવશે. જો લાઠીચાર્જ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે."

શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું કે, "ત્રણ દિવસના ટૂંકા સત્રમાં કોંગ્રેસ સરકારને દરેક મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે. ભાજપના ભરતી કૌભાંડથી માંડીને ખેડૂતોનો પાક વીમો, નિત્યાનંદ અને ડીપીએસ મમલો સહિતના વિવિધ મુદ્દે ગૃહમાં સવાલ પુછવામાં આવશે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news