JIo TRUE 5G: આનંદો! ગુજરાતના દરેક જિલ્લામાં યૂઝર્સને 5G સર્વિસમાં શું ફ્રીમાં મળશે?

JIo TRUE 5G : Jio વેલકમ ઑફર હેઠળ (Jio Welcome Offer) કંપની વધારાનો ચાર્જ લીધા વિના તેના યૂઝર્સને 1Gbps+ સુધીની અમર્યાદિત 5G ડેટા સ્પીડ પ્રદાન કરે છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો પહેલી પહેલ 'એજ્યુકેશન- ફોર ઓલ' માટે એક સાથે આવ્યા છે.

JIo TRUE 5G: આનંદો! ગુજરાતના દરેક જિલ્લામાં યૂઝર્સને 5G સર્વિસમાં શું ફ્રીમાં મળશે?

Gujarat becomes the First State in India to Get TRUE 5G in All District Headquarters: Jio (JIo) એ આજથી એટલે કે 25 નવેમ્બર 2022 થી ગુજરાતના તમામ 33 જિલ્લાના મુખ્યાલયોમાં 5G ની શરૂઆત કરી છે. Jioની આ પહેલ સાથે ગુજરાત TRUE 5G સેવા પ્રદાન કરતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે પોતાના તમામ જિલ્લાના હેડક્વોર્ટરમાં Jioની True 5G સેવા ઉપલબ્ધ કરાવે છે. કંપનીએ આ જાણકારી આપી છે.

આ પ્રસંગે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે અમને જણાવતાં ગર્વ થાય છે કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જેનાં તમામ 33 જિલ્લા મથકો Jioના હાઇ-સ્પીડ ટ્રુ 5G નેટવર્કથી જોડાયેલા છે. તેમણે કહ્યું કે કંપની 5G ટેક્નોલોજીનો રિયલ પાવર દેખાડવા માંગે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, Jio 5G સેવા કેવી રીતે અબજો લોકોના જીવનને અસર કરે છે, તેનું પણ પ્રદર્શન કરવા માંગીએ છીએ.

ગુજરાતના દરેક જિલ્લામાં યૂઝર્સને મળશે અમર્યાદિત 1 Gbps+ ડેટા સ્પીડ
Jio વેલકમ ઑફર હેઠળ (Jio Welcome Offer) કંપની વધારાનો ચાર્જ લીધા વિના તેના યૂઝર્સને 1Gbps+ સુધીની અમર્યાદિત 5G ડેટા સ્પીડ પ્રદાન કરે છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો પહેલી પહેલ 'એજ્યુકેશન- ફોર ઓલ' માટે એક સાથે આવ્યા છે. આ પહેલ હેઠળ શરૂઆતમાં ગુજરાતમાં 100 શાળાઓને કનેક્ટિવિટી અને એજ્યુકેશન પ્લેટફોર્મની સાથે ડિજિટાઈઝ કરવામાં આવશે. કંપની ટૂંક સમયમાં શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને IOT ક્ષેત્રોમાં પણ સાચી 5G-સેવા પૂરી પાડવા માટે પહેલ કરશે.

અગાઉ, જિયોએ દેશની રાજધાની દિલ્હી સહિત NCRના આસપાસના ભાગોમાં 5G સેવા શરૂ કરી હતી. આ સિવાય કંપનીએ મુંબઈ, પુણે, કોલકાતા, વારાણસી, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને નાથદ્વારામાં Jio 5G સેવા શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news