Amitabh Bachchan ના નામ, અવાજ અને ફોટા મુદ્દે દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
Amitabh Bachchan's Voice, Image use prohibeted: સદીના મહાનયક અને બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાના નામ, ફોટા, અવાજ અને અન્ય પ્રતિકોને વગર મંજૂરીએ ઉપયોગ પર રોક લગાવવાની માંગણી કરી. આ અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આજે શું આદેશ આપ્યો તે ખાસ જાણો.
Trending Photos
Amitabh Bachchan's Voice, Image use prohibeted: સદીના મહાનયક અને બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાના નામ, ફોટા, અવાજ અને અન્ય પ્રતિકોને વગર મંજૂરીએ ઉપયોગ પર રોક લગાવવાની માંગણી કરી. આ અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આજે પોતાના વચગાળાના આદેશમાં કહ્યું છે કે હવે ભવિષ્યમાં અમિતાભ બચ્ચનની મંજૂરી વગર કોઈ તેમની તસવીરો, અવાજ અને અન્ય વ્યક્તિગત પ્રતિકોનો ઉપયોગ કરી શકશે નહીં. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આ નિર્ણય સંલગ્ન પોતાનો ઓર્ડર પણ બહાર પાડી દીધો છે.
ટેલિકોમ ઓપરેટર્સને પણ દિશા નિર્દેશ
દિલ્હી હાઈકોર્ટે દેશમાં કામ કરી રહેલા તમામ ટેલિકોમ ઓપરેટર્સને પણ આ સંદર્ભમાં તેમના આદેશનું પાલન કરવા માટે દિશા નિર્દેશ જારી કર્યા છે. આજે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તરફથી દિલ્હી હાઈકોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલવેએ કોર્ટમાં કહ્યું કે મારા ક્લાયન્ટના પર્સનાલિટી રાઈટ્સ ખરાબ કરાઈ રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે તેમનું નામ, અવાજ અને પર્સનાલિટીનો ઉપયોગ તેમની મંજૂરી વગર થવો જોઈએ નહીં.
આ Video પણ ખાસ જુઓ...
ક્યાં ક્યાં થાય છે ઉપયોગ
અમિતાભ બચ્ચનના વકીલે હાઈકોર્ટમાં એમ પણ કહ્યું કે, અનેક કંપનીઓ તેમની મંજૂરી વગર તેમના નામ, અવાજ અને પર્સનાલિટીનો ઉપયોગ કરી રહી છે. અને આ બધુ લાંબા સમયથી થઈ રહ્યું છે. આજકાલ તો ઓનલાઈન લોટરી અને ટીશર્ટ જેવી પ્રોડક્ટ્સમાં પણ મંજૂરી વગર તેમના ક્લાયન્ટનો ફોટો અને અવાજનો ધડાધડ ઉપયોગ થઈ રહ્યો છે. એ જ રીતે અનેક વેબસાઈટ્સના ડોમેન સુદ્ધા અમિતાભ બચ્ચનના નામ પર રજિસ્ટર થઈ રહ્યા છે. આવામાં તેમની છબીનો ફાયદો ઉઠાવવા હેતું થઈ રહેલી આવી તમામ ગતિવિધિઓ પર તત્કાળ રોક લગાવવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે