આવતીકાલે ભાજપ રજૂ કરશે સંકલ્પપત્ર, પણ 2017 ના વાયદા કેટલા પૂરા કર્યા એ જાણી લો પહેલા

Gujarat Elections 2022 : સૌની નજર ભાજપના સંકલ્પ પત્ર પર, ભાજપે આ માટે એક અભિયાન પણ ચલાવ્યુ હતું

આવતીકાલે ભાજપ રજૂ કરશે સંકલ્પપત્ર, પણ 2017 ના વાયદા કેટલા પૂરા કર્યા એ જાણી લો પહેલા

Gujarat Elections 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર પાંચ જ દિવસ બાકી. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે આવતીકાલે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલ્પ પત્ર જાહેર કરશે. ત્યારે આ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ હાજરી આપી શકે છે. ભાજપે 5 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી સંકલ્પ પત્ર માટે ગુજરાતમાં અભિયાન ચલાવ્યું હતું. ગ્રામ પંચાયતથી મનપા સુધી સૂચન પેટી મૂકાઈ હતી. એટલુ જ નહિ, સોશિયલ મીડિયા મારફતે પણ લોકોના સૂચન લેવાયા હતા. 

એક નજર વર્ષ 2017 ના મેનિફેસ્ટો પર કરીએ, જે વચન સરકારે જનતાને આપ્યા હતા. 
1.કૃષિની આવકો માં બે ગણો વધારો કરવો
2. યુવા આકાંક્ષાઓને ઉડાન આપવી
3.મહિલા સશક્તિકરણને વેગ આપવો શ્રેષ્ઠ શિક્ષણ સમૃદ્ધ 4.ગુજરાત બનાવવું સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવી 5.ગુજરાતના ગામડાઓનો સર્વાંગી વિકાસ કરવો 
6.સ્વચ્છ અને સુવિધા યુક્ત શહેરો બનાવવા 
7.ઔદ્યોગિક વિકાસને ગતિ આપવી નીતિ આધારિત ઉદ્યોગોનો વિકાસ વધારો
8આદિવાસીઓનો સર્વાંગી વિકાસ 
9.ઓબીસી વર્ગનું કલ્યાણ વિચરતી તેમજ વિમુક્ત જાતિઓને મદદ 
10.અનુસૂચિત જાતિઓનો સુરક્ષા
11. કામદારોની સલામતી અને સુવિધાઓ 
12.આર્થિક રીતે નબળા વર્ગોનું કલ્યાણ 
13.સામુદ્રિક સંપત્તિ દ્વારા સમૃદ્ધિ 14.પારદર્શક અને સુલભ 15.સુશાસન પર્યટનની તકોમાં વધારો

ગત ચૂંટણીના અનેક સંકલ્પો પૂરા કર્યા નથી 
આવતીકાલે ભાજપ ચૂંટણી માટે સંકલ્પ પત્ર જાહેર કરશે. ત્યારે ભાજપ આ વખતે કયા કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપશે તે જોવુ રહ્યું. વર્ષ 2017 માં સંકલ્પ પત્રમાં ભાજપે ખેડૂતનો આવક, યુવાઓ, મહિલા સશક્તિકરણ, વિકાસ જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યુ હતું. ગત ચૂંટણીના સંકલ્પ પત્રમાં  ખેડૂતોની આવક બમણી કરવાનો ઉલ્લેખ કરાયો હતો. દૂધ ઉત્પાદન ક્ષેત્રે પ્રોત્સાહન આપવાની વાત કરાઈ હતી. રાજ્ય સરકારનો દાવો દૂધ ઉત્પાદન પશુપાલન અને ખેતી ક્ષેત્રે કરાયેલા વચન પૂરા કરાયા છે. યુવાઓને રોજગારી આપવા શ્રમ રોજગાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા સરકારી નોકરીમાં રોજગારી નિર્માણ કરવાનો ઉલ્લેખ કરાયો હતો. તો મહિલા સશક્તિકરણ મુદ્દે વિધવા પેન્શન યોજનાનો સંકલ્પ કરાયો હતો, પરંતુ હજુ સુધી બહેનોનાં ખાતામાં વધારો પહોંચ્યો નથી. વિનામૂલ્યે ઊંચ શિક્ષણ સહાયતાની પણ રજૂઆત હતી, જે અંગે હજી સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. 2017 માં રાજ્ય સરકારે સંકલ્પ પત્ર દરમિયાન સ્વનિર્ભર શાળા ફી નિયંત્રણ વિધાયક 2017 નો કડક અમલ કરવા વચન આપ્યું હતું. આ મુદ્દો 5 વર્ષ માત્ર કાગળ પર રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટી સ્થાપવામાં સરકારને સફળતા મળી છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે મોબાઈલ ક્લિનિક વચન તથા 255 સરકારી દયગનોટિક લેબની સ્થાપનાનું વચન અપાયું હતું, જે હજી માત્ર કાગળ પર છે. જોકે કોરોનાના કારણે ગામડા સુધી પીએસસી સીએચસી સેન્ટરો મજબૂત થયા છે. ગામડાઓ અંગે સરકાર દ્વારા અપાયેલા કમિટમેન્ટમાં સ્માર્ટ વિલેજને કેટલાક અંશે સફળતા મળી તો શૌચાલય તથા નલસે જલ યોજનામાં સફળતા મળી છે. જોકે રોડ રસ્તાની સુવિધા અંગે આજે પણ ગામડાઓમાં મુશ્કેલીઓ છે. ગરીબોને 100% પાકા ઘર થયા નથી. નીતિ આધારિત ઔદ્યોગિક વિકાસ અંગે 2017 માં ભાજપ દ્વારા વચન આપવામાં આવ્યું હતું. જેમાંથી આઇટી પોલિસી લાવવામાં સરકારને સફળતા મળી. તેમજ સેમીકંડ્ટર અને ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગમાં સફળતા મળી. આદિવાસીઓના વિકાસ માટે મેનિફેસ્ટોમાં કરાયેલા મુદ્દામાંથી હજુ ઓન પેપર તમામ મુદ્દા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news