ભારત માલા પ્રોજેક્ટ છેવટે સ્થગિત રાખવા નિર્ણય, મુખ્યમંત્રીના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન કર્યું છે અને છેવટે ભારત માલા પ્રોજેક્ટ સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે ખેડૂતોમાં રાહત થવા પામી છે. અહીં નોંધનિય છે કે, આ પ્રોજેક્ટના વિરોધ માટે આજે નવસારીના વાસદા ખાતે ખેડૂતો આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ પ્રોજેક્ટ સ્થગિત કરી દેવાતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. 

ભારત માલા પ્રોજેક્ટ છેવટે સ્થગિત રાખવા નિર્ણય, મુખ્યમંત્રીના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો

નવસારી : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન કર્યું છે અને છેવટે ભારત માલા પ્રોજેક્ટ સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે ખેડૂતોમાં રાહત થવા પામી છે. અહીં નોંધનિય છે કે, આ પ્રોજેક્ટના વિરોધ માટે આજે નવસારીના વાસદા ખાતે ખેડૂતો આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ પ્રોજેક્ટ સ્થગિત કરી દેવાતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. 

મુખ્યમંત્રીના નિવેદનને આવકારતાં ભારત માલા પ્રોજેક્ટના વિરોધ કર્તા નેતા અનંતભાઇ કહ્યું કે, આ લડાઇ માટે અમે ઝી 24 કલાકનો આભાર માનીએ છીએ અને મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ પડતો મુક્યો એ માટે એમનો પણ આભાર. આ પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન હતું. જે અમે અટકાવ્યું છે. જો મુંબઇ દિલ્હી કોરીડોર નાંખવામાં આવશે તો એનો પણ વિરોધ કરાશે. અમારી જમીન એ અમારી મા છે. અમે અમારી જમીનથી જ આગળ આવ્યા છીએ. અમે એના પર કોઇ જોહુકમી થવા નહીં દઇએ. 

અહીં નોંધનિય છે કે, આ પ્રોજેક્ટથી 74 જેટલા ગામોને અસર થવાની દહેશતે આ વિસ્તારના ખેડૂતો, આદિવાસીઓમાં ભારે કચવાટ પ્રસર્યો હતો અને આ મામલે વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે વિશાળ રેલી નીકળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news