મહાકુંભ 2021 પહેલું શાહી સ્નાન: મહાશિવરાત્રિ પર હરિદ્વારમાં ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ, અત્યાર સુધીમાં 22 લાખ લોકોએ કર્યું સ્નાન

આજે મહાશિવરાત્રિનો પાવન દિવસ છે. મહાકુંભનું પહેલું શાહી સ્નાન આજે છે. હરિદ્વારમાં હર કી પૌડી પર શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી પડ્યો છે. આઈજી કુંબ સંજય ગુંજ્યાલનો દાવો છે કે બુધવાર રાત 12 વાગ્યાથી અત્યાર સુધીમાં 22 લાખથી વધુ  લોકોએ સ્નાન કર્યુ છે. 

મહાકુંભ 2021 પહેલું શાહી સ્નાન: મહાશિવરાત્રિ પર હરિદ્વારમાં ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ, અત્યાર સુધીમાં 22 લાખ લોકોએ કર્યું સ્નાન

નવી દિલ્હી: આજે મહાશિવરાત્રિનો પાવન દિવસ છે. મહાકુંભનું પહેલું શાહી સ્નાન આજે છે. હરિદ્વારમાં હર કી પૌડી પર શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી પડ્યો છે. આઈજી કુંબ સંજય ગુંજ્યાલનો દાવો છે કે બુધવાર રાત 12 વાગ્યાથી અત્યાર સુધીમાં 22 લાખથી વધુ  લોકોએ સ્નાન કર્યુ છે. 

— ANI (@ANI) March 11, 2021

સંતોના સ્નાન અગાઉ સવારે લગભગ સાત વાગે હર કી પૌડી ઘાટ ખાલી કરાવી દેવાયો હતો. સવારે 11 વાગ્યાથી અખાડાના સંત સ્નાન કરશે. જો કે ત્યારથી શાહી સ્નાનની શરૂઆત ગણવામાં આવશે. શ્રદ્ધાળુઓ હર કી પૌડી ક્ષેત્ર છોડીને અન્ય  ઘાટ પર સ્નાન કરશે. 

— ANI (@ANI) March 11, 2021

મહાશિવરાત્રિના પર્વ અને મહાકુંભના પહેલા શાહી સ્નાન પર હરિદ્વારમાં શ્રદ્ધાળુઓનો જન સૈલાબ ઉમટી પડ્યો છે. મોડી રાતથી હાઈવે જામ છે અને શ્રદ્ધાળુઓ પગપાળા ગંગા ઘાટ પર પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ હર કી પૌડી પર જબરદસ્ત ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓએ હર કી પૌડી પર ડુબકી લગાવીને ભગવાન શંકરનો જળાભિષેક કર્યો. સવારે 11 વાગ્યાથી હર કી પૌડી પર બ્રહ્મકુંડમાં સંતોનું શાહી સ્નાન ચાલુ થશે. સંતોના સ્નાન શરૂ થવાના કારણે હર કી પૌડીના ઘાટ પર શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો. 

દશનામી સન્યાસી અખાડાના સ્નાન પહેલા જ હરકી પૌડી બ્રહ્મકુંડ પર સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. સવારે 11 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી દશનામી સન્યાસી અખાડાના સાધુ સંત મહામંડલેશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્નાન કરશે. 

કોવિડથી  બચવા માટે કુંભ એસઓપી લાગુ
સવારે સૌથી પહેલા 11 વાગે શ્રી પંચ દશનામ જૂના અખાડા, આહ્વાન અખાડા, અગ્નિ અખાડા સ્નાન કરશે. ત્યારબાદ શ્રી પંચાયતી નિરંજની અખાડા, આનંદ અખાડા અને ત્યારબાદ છેલ્લે શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડા અને શ્રી અટલ પંચાયતી અખાડા હર કી પૌડી પર ગંગા સ્નાન કરશે. સવારે 9 વાગે જૂના અખાડાના નાગા સાધુ પોતાના અખાડાથી હર કી પૌડી ગંગા સ્નાન  માટે નીકળ્યા. 

કુંભની શરૂઆત એક એપ્રિલથી થશે પરંતુ ગુરુવારે પહેલા શાહી સ્નાન માટે કોવિડથી બચવા કુંભ એસઓપી લાગુ કરી દેવાઈ છે. એસઓપી આવતી કાલ સુધી લાગુ રહેશે. આ અંતર્ગત હરિદ્વાર આવનારા દરેક વ્યક્તિએ કુંભમેળા પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને 72 કલાક પૂર્વ કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવવાનો રહેશે. એસઓપી લાગુ થવાની અવધિ પહેલા હરિદ્વાર આવીને હોટલો, ધર્મશાળા અને આશ્રમોમાં રહેનારા લોકોની પણ કોવિડ તપાસ કરવામાં આવશે. બોર્ડર અને મેળા ક્ષેત્રમાં 40 ટીમો કોવિડની રેન્ડમ તપાસ કરશે. 

મેળાધિકારી દીપક રાવત, જિલ્લાધિકારી સી રવિશંકર અને આઈજી કુંભ સંજય ગુજ્યાલે જિલ્લા, મેળા પોલીસ-પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને આપસી સમન્વય બનાવીને એસઓપીનું કડકાઈથી પાલન કરાવવા માટે નિર્દેશ બહાર પાડ્યા છે. મેળા નિયંત્રણ ભવન સભાગારમાં આયોજિત બેઠકમાં મેળાધિકારી દીપક રાવતે કહ્યું કે કોવિડ 19થી બચવું મોટો પડકાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news