ગુજરાતમાં કોંગ્રેસ- NCPએ 3 બેઠકો માટે કર્યુ ગઠબંધન, બોસ્કીએ કહ્યું; 'જગદીશ ભાઇ ધોની સ્ટાઇલમાં બેટીંગ કરી રહ્યા છે...'
Gujarat Election 2022: જગદીશ ઠાકોરે આ વિશે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એનસીપી કોંગ્રેસના ગઠબંધનની જાહેકાત કરાઈ છે. બન્ને પાર્ટીઓ ત્રણ બેઠક પર ગઠબંધન કર્યું છે. જેમાં ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયાનો સમાવેશ થાય છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને BTP વચ્ચે ગઠબંધનનો છેદ તો ઉડી ગયો છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. આજે ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની કવાયત વચ્ચે બન્ને પક્ષોના નેતાઓએ એક બેઠક કરી છે. જેમાં દેવગઢ બારીયા, ઉમરેઠ,અને નરોડા બેઠક પર ચર્ચા કરી હતી. બીજી બાજુ રેશમા પટેલને પાર્ટીએ મેન્ડેટ આપ્યો નહોતો. કુતિયાણા બેઠક પર NCP ચૂંટણી નહીં લડે.
જગદીશ ઠાકોરે આ વિશે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એનસીપી કોંગ્રેસના ગઠબંધનની જાહેકાત કરાઈ છે. બન્ને પાર્ટીઓ ત્રણ બેઠક પર ગઠબંધન કર્યું છે. જેમાં ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, ફાંસીવાદી પરબળોની સામે સમાન વિચારધારા વાળા લોકો એકત્ર થઇ રહ્યા છે.
NCP નેતા જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, જગદીશ ભાઇ ધોની સ્ટાઇલમાં બેટીંગ કરી રહ્યા છે, અને અમારો તેમને ટેકો છે. યુપીએના બધા ઘટક દળો ખસી ગયા છે. એનસીપીના શરદ પવાર, સોનિયા ગાંધી સાથે ખભેખભો મિલાવી લડી રહ્યા છે. અમે ત્રણ બેઠકો માટે લડી રહ્યા છીએ. તમામાં બેઠક એનસીપીના મેન્ડેટ પર લડાવવામાં આવશે. કાંધલ જાડેજાની વાત ચાલે છે. કોંગ્રેસ કહેશે તો આગળ વિચારીશું.
તેમણે ઉમેર્યું હતું કે, અમારો કોઇ ઉમેદવાર અપક્ષ ઉભા રહે તો અમારો ટેકો નહી હોય. કુતિયાણા બેઠક પર કોંગ્રેસ ગ્રિન સિગ્નલ આપશે તો અમે મેન્ડેન્ટ આપીશું. જો કોઇ અપક્ષ ઉમેદવારી કરશે તો તેને છ વર્ષ માટે પાર્ટી માટે સસ્પેન્ડ કરાશે. નિકુલ તોમર કોંગ્રેસના કે એનસીપીના સીમ્બોલ પર લડશે તે ચુંટણી પંચના નિયમો જોઇ નક્કી કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે