ગુજરાત વિધાનસભાના દરવાજે ઉતર્યા કપડા, જાણો કોણે શર્ટ ઉતારીને કર્યો વિરોધ
Congress MLA shirtless protest : રાજ્ય સરકારના વિરોધમાં વિધાનસભા ભવન ખાતે શર્ટ લેસ થયા ધારાસભ્ય. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ કર્યો
Trending Photos
- રાજ્ય સરકારના વિરોધમાં વિધાનસભા ભવન ખાતે શર્ટ લેસ થયા ધારાસભ્ય
- કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ કર્યો
હિતલ પારેખ/ગાંધીનગર :ખેડૂતોને પૂરતી વીજળી ન મળવાના મુદ્દા ઉપર કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર બેસ્યા હતા. ત્યારે રાજ્ય સરકારના વિરોધમાં વિધાનસભા ભવન ખાતે શર્ટ લેસ થયા હતા. ધારાસભ્ય રાજ્ય સરકારની સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને પૂરતો સમય વીજળી આપવાની માંગ સાથે વિધાનસભા ખાતે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ શર્ટ ઉતારી અને રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પણ શર્ટ કાઢીને વિરોધ કર્યો હતો.
વીજળીના મુદ્દા ઉપર કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર બેસ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો ધારાસભ્યો પ્રવેશે છે એ જ જગ્યાએ બહાર સૂત્રોચ્ચારો શરૂ કર્યા હતા. ખેડૂતોને વીજળી આપવાની માગણી કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત કગથરા, પુંજાભાઈ વંશ સહિત એક ડઝન જેટલા ધારાસભ્યો ધરણા પર બેસ્યા હતા. પરિસરમાં વીજળી આપો, વીજળી આપોના સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ શર્ટ ઉતાર્યો હતો.
વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા ધરણાં સામે વિધાનસભા ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ભાજપે ઉપસ્થિત કર્યો હતો. ભાજપના દંડક પંકજ દેસાઈ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ઠપકો આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ભાજપના દંડક ના પ્રસ્તાવ ઉપર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ટેકો આપી વિમલ ચુડાસમા શર્ટ કાઢી નાખવાના મુદ્દાને પણ અસભ્યતાપૂર્ણ અને વિરોધ નોંધાવ્યો હતો. જીતુ વાઘાણી આ અંગે કહ્યુ હતું કે, શર્ટ કાઢીને આવવુ એ ચલાવી લેવાય નહિ. આવા સંસ્કારો ચલાવી ન લેવાય. આ કેવા પ્રકારની માનસિકતા છે?
ત્યારે જીતુ વાઘાણીને જવાબ આપતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યુ કે, આખા રાજ્યમા ખેડૂતો વીજળી ન મળતી હોવાના કારણે મુશ્કેલીમાં છે. વીજળી ના હોવાના કારણે વિરોધ પ્રદર્શન કર્યુ છે. આખા રાજ્યમાંથી બધાને બોલાવી નીચે માઈક રાખી ફોટા પડાવી ભાષણ કરીએ છીએ. રોજ સરકાર આવા કાર્યક્રમો કરે છે એના પર પણ કહેવુ જોઇએ. અમને સંસ્કારોની વ્યાખ્યા આપવાની જરુર નથી. તમે તમારા સંસ્કાર પૂરતા રહો એ યોગ્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે