સુરત-અમદાવાદ બન્યું કોરોનાનું એપી સેન્ટર, રાજ્યમાં 80% દર્દીઓ ઘરમાં ક્વોરેન્ટાઈન

સુરત-અમદાવાદ બન્યું કોરોનાનું એપી સેન્ટર, રાજ્યમાં 80% દર્દીઓ ઘરમાં ક્વોરેન્ટાઈન
  • છેલ્લા 24 કલાકમાં એક માત્ર પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા કોઈ કેસ નોંધાયા નથી
  • અમદાવાદ અને સુરતમાં નવા 483 કેસ અને 2-2 દર્દીઓનાં મોતથી આરોગ્ય વિભાગ ચિંતામાં વધી

ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેને વધારી ચિંતા છે. વધતા કેસ (corona case) વચ્ચે નવા સ્ટ્રેન વધ્યા હોવાની આશંકા તંત્રને લાગી રહી છે. જેથી હવેથી સુરતમાં ટ્રાવેલ હિસ્ટ્રીવાળા લોકોના સેમ્પલ પૂણે મોકલાશે. તેમજ જરૂર લાગશે તો નવી સિવિલ હોસ્પિટલની કિડની હોસ્પિટલનો પણ કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે. સુરતના OSD મનપા કમિશનરની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલમાં બેઠક મળી છે. 

સુરતની સાંઈ દર્શન સોસાયટીના 800 મકાન ક્વોરન્ટાઈન
સુરત અને અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર (gujarat corona update) બની ગયુ છે. અમદાવાદ અને સુરતમાં નવા 483 કેસ અને 2-2 દર્દીઓનાં મોતથી આરોગ્ય વિભાગ ચિંતામાં વધી ગઈ છે. અમદાવાદમાં માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનની સંખ્યા 175 પર પહોચી ગઈ છે. તો સુરતમાં કોરોના બેકાબૂ બનતા કન્ટેનમેન્ટ ઝોન વધ્યા છે. સાંઈ દર્શન સોસાયટીના 800 મકાન ક્વોરન્ટાઈન કરાયા છે. ડીંડોલની સાઈ દર્શન સોસાયટીમા અઠવાડિયામાં 14 કેસ નોંધાયા છે. તેથી મનપા કમિશનર અને સ્પેશિયલ અધિકારીએ સોસાયટીની વિઝીટ કરી હતી. સોસાયટીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 3500ની વસ્તીવાળી સાંઈ દર્શન સોસાયટીમાં કોરોનાનો કહેર ફૂંફાડા મારી રહ્યો છે. 

આ પણ વાંચો : ગુજરાત સરકારના એક નિર્ણયથી રંગ-પીચકારી વેચતા વેપારીઓની જિંદગી બેરંગ બની 

રાજ્યમાં કોરોનાના કુલ 80% દર્દીઓ ઘરમાં ક્વોરેન્ટાઈન
ગુજરાતમાં પહેલીવાર કોરોનાના સૌથી વધુ 1640 નવા કેસ (corona case) નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં 2-2 મળી કુલ 4 દર્દીના મોતના આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ 80% દર્દીઓ ઘરમાં ક્વોરેન્ટાઈન છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી 1500થી વધુ કેસ આવી રહ્યા છે. 20 માર્ચે 1565, 21 માર્ચે 1580 અને 22 માર્ચે 1,640 કેસ નોંધાયા છે. છેલ્લા 30 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ થઈ છે અને સાજા થનારા ઓછી થતી જઈ રહી છે. 

વેક્સીનેશન પૂરજોશમાં
તો બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં એક માત્ર પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા કોઈ કેસ નોંધાયા નથી. કોરોના સામે કાબુ લેવા માટે રાજ્યમાં રસીકરણ (vaccination) પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 39 લાખ લોકોને રસી અપાઈ છે. જેમાં પહેલા ડોઝમાં 33 લાખ જ્યારે બીજા ડોઝમાં 6 લાખ લોકોનું રસીકરણ કરાયું છે. ગઈકાલે એક દિવસમાં 2.22 લાખ જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. એટલે કે છેલ્લા એક મહિનામાં દૈનિક કેસમાં 5 ગણો, જ્યારે કે એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થયો છે. જ્યારે રિકવરી રેટમાં 1.80 ટકાનો ઘટાડો થયો છે. એક મહિનામાં 20 હજારથી વધારે કેસ વધી ગયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news