અમેરિકાના કોલોરાડોમાં અંધાધૂંધ ફાયરિંગ, પોલીસકર્મી સહિત અનેક લોકોના મોત

અમેરિકા (America) ના કોલોરાડોના બોલ્ડર શહેરમાં એક અજાણ્યા હુમલાખોર દ્વારા થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોના મોત થયા છે. 

Updated By: Mar 23, 2021, 08:11 AM IST
અમેરિકાના કોલોરાડોમાં અંધાધૂંધ ફાયરિંગ, પોલીસકર્મી સહિત અનેક લોકોના મોત
તસવીર-રોયટર્સ

નવી દિલ્હી: અમેરિકા (America) ના કોલોરાડોના બોલ્ડર શહેરમાં એક અજાણ્યા હુમલાખોર દ્વારા થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોના મોત થયા છે. 

મળતી માહિતી મુજબ શહેરના એક ગ્રોસરી સ્ટોરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા આડેધડ ફાયરિંગ થયયું જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. જેમાં એક પોલીસ અધિકારી પણ સામેલ છે. પ્રેસ કોન્ફરન્સમાં બોલ્ડર પોલીસ ફોર્સના કમાન્ડર કેરી યામાકુશીએ જણાવ્યું કે ભારે જાનમાલના નુકસાનથી લોકોને બચાવી લેવાયા છે. એક સંદિગ્ધની અટકાયત કરાઈ છે. 

આ બનાવ બોલ્ડરના ટેબલ મેસા વિસ્તારમાં આવેલા કિંગ સૂપર્સ સુપર માર્કેટમાં બન્યો. 

Bolder gunman

દુનિયામાં આ દેશની સેના સૌથી વધુ શક્તિશાળી, જાણો ભારતીય સેના કયા નંબરે

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube