શિક્ષણ મંત્રીને સળગતો સવાલ, કોરોના વિસ્ફોટ વચ્ચે ઓફલાઈન શિક્ષણ ક્યારે બંધ થશે?

રાજ્ય (gujarat corona update) માં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે. આવામાં ગુજરાતમાં ઓફલાઈન શિક્ષણ (offline education) બંધ કરવાની માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે શિક્ષણમંત્રી (Jitu Vaghani) ને પત્ર લખીને કોલેજ અને યુનિવર્સિટી ભવનોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ લાગુ કરવા માંગ કરી છે.
શિક્ષણ મંત્રીને સળગતો સવાલ, કોરોના વિસ્ફોટ વચ્ચે ઓફલાઈન શિક્ષણ ક્યારે બંધ થશે?

અતુલ તિવારી/અમદાવાદ :રાજ્ય (gujarat corona update) માં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે. આવામાં ગુજરાતમાં ઓફલાઈન શિક્ષણ (offline education) બંધ કરવાની માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે શિક્ષણમંત્રી (Jitu Vaghani) ને પત્ર લખીને કોલેજ અને યુનિવર્સિટી ભવનોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ લાગુ કરવા માંગ કરી છે.

કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે. આવામાં સૌથી વધુ બાળકો અને વિદ્યાર્થીઓ પર ખતરો મંડરાઈ રહ્યો છે. આવામાં સરકારી કાર્યક્રમો રદ થવાની જાહેરાત થઈ રહી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા જલ્દી જ તમામ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ થવાની જાહેરાત થઈ શકે છે. તો બીજી તરફ, દરેક જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસો જોતા પ્રાથમિકના વર્ગો તાત્કાલિક બંધ કરવા શિક્ષકોએ અપીલ કરી છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને કોલેજ અને યુનિવર્સિટી ભવનોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ લાગુ કરવા માંગ કરી છે. અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને અન્ય કર્મચારીઓ કોરોનાનો ભોગ ના બને એ હેતુથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માંગ કરી છે. 

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે જીતુ વાઘાણીને પત્ર લખીને કોરોનાના વધતા કેસો મામલે ચિંતા વ્યક્ત કરી છે. શિક્ષક સંઘે તાત્કાલિક ધોરણે પ્રાથમિક વર્ગોનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવા અપીલ કરી છે. પ્રાથમિક શાળાના બાળકો કોવિડ પ્રોટોકોલનું પાલન સંપૂર્ણપણે ના કરતા હોવાથી અપીલ કરાઈ છે. વાલીઓ તેમના બાળકને શરદી-ખાંસી આવતી હોવા છતાં પણ સ્કૂલ મૂકી જતા હોવાથી સાવચેતીના ભાગરૂપે પ્રાથમિકના ઓફલાઈન વર્ગો બંધ કરવા રજૂઆત કરી છે. આવી જ રીતે ઓફલાઈન વર્ગો ચાલશે તો બાળકોમાં સંક્રમણ વધવાનો ડર વ્યક્ત કર્યો છે. પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ઓફલાઇન શિક્ષણ બંધ કરવા અપીલ કરી છે. 

શિક્ષકોએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત ડબલ થઈ રહ્યા છે એવામાં છેલ્લા એક અઠવાડિયાથી વર્ગોમાં બાળકોની સંખ્યા પણ ઘટીને અગાઉના મુકાબલે 50 ટકા થઈ છે. શરદી-ખાંસી સાથે રોજ વાલીઓ બાળકને શાળામાં મૂકી જાય છે, અન્ય બાળકોની સુરક્ષા હેતુ અમારે એમને ઘરે મોકલવા પડે છે.

વાઈબ્રન્ટ, ફ્લાવર શો, પતંગોત્સવ રદ
કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર ગુજરાત સરકાર નાગરિકોના હિત માટે એલર્ટ બની છે. ત્યારે આ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ 2022, અમદાવાદનો ફ્લાવર શો અને પતંગોત્સવ રદ કરાયો છે. આવામાં ઓફલાઈન શિક્ષણ પણ બંધ થાય તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ જલ્દી જ આ વિશેની જાહેરાત કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news