Online class News

વડોદરાના શિક્ષકે ઓનલાઈન ક્લાસમાં ગાંધીજી અને નહેરુ વિશે શીખવાડ્યુ એવુ કે થઈ ગયો મોટો
વડોદરાના પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્રના શિક્ષક વિદ્યાર્થીઓને અજીબ પ્રકારનું શિક્ષણ આપીને વિવાદમાં આવ્યા છે. શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન વર્ગમાં ગાંધીજી અને નહેરૂ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓેને ભણાવતા શિક્ષક રાજ ભટ્ટે વિદ્યાર્થીઓને શીખવાડ્યું કે, કોંગ્રેસમાં બધા ચોર છે, ગાંધીજી અને નહેરૂની મિલીભગત હતી. સાથે જ શિક્ષકે વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગમાં ઇતિહાસ વિશે ખોટી માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ કે, હાલમાં કેટલીક પોલિટિકલ પાર્ટી એવી છે જે હિન્દુ મુસ્લિમમાં ભાગલા પાડવામાં માને છે. પાર્થ સ્કૂલના પ્રિન્સિપાલ સ્નેહલ પટેલે શિક્ષકને નોટિસ આપી લેખિતમાં ખુલાસો માંગ્યો છે. 
Oct 13,2021, 15:13 PM IST

Trending news