વલસાડ જિલ્લાની પનોતી બેઠી, 7 દિવસમાં કોરોના એવો ફેલાયો કે તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લામાં આવેલી 3 શાળાઓમાં 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તમામ શાળાઓમાં ટેસ્ટીંગ હાથ ધરાયુ છે. છેલ્લા 3 દિવસમાં 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાહેર થતા જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
બાળકોમા સંક્રમણ વધ્યું
વલસાડ જિલ્લામાં ધીરેધીરે કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાહેર થતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. છેલ્લા 7 દિવસમાં વલસાડ જિલ્લામાં 24 જેટલા કોરોના સંક્રમિત કેસ જાહેર થયા છે. જ્યારે 2 કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા છે.
વિદ્યાર્થીઓની હિસ્ટ્રી જાણવામાં લાગ્યું તંત્ર
વલસાડ જિલ્લાની 3 શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ છે. વલસાડ જિલ્લામાં વાપી તાલુકાની આશાધામ સ્કૂલ, પારડી તાલુકાની DCO સ્કૂલ અને વલસાડ તાલુકાની RM&VM દેસાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાહેર થતા જિલ્લા આરોગ્ય વિભાગની દિડતી થઈ હતી. વલસાડ જિલ્લામાં સંક્રમિત આવેલા 3 વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને સંપર્ક હિસ્ટ્રી ચેક કરી વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને અબે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના કોરોના RTPCR ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ ન વધે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે