ભાજપના નેતાઓને આવું વર્તન શોભે! અભ્યાસવર્ગના નામે ઠુમકાં લગાવીને ડાન્સ કર્યો

ગુજરાતમાં રાજકારણ (gujarat politics) બેફામ બન્યું છે. સાથે જ નેતાઓ પણ બેફામ બન્યા છે. સત્તાના નશાંમાં ક્યારેક નેતાઓ એવું વર્તન કરી બેસે છે, જે તેમને અને પક્ષને બંનેને શોભે તેમ હોતું નથી. ત્યારે રાજકોટમાં ભાજપ (rajkot bjp) ના નેતાઓનું અશોભનીય વર્તન જોવા મળ્યું. ભાજપના અભ્યાસવર્ગમાં નેતાઓ ‘યે મેરા દિલ પ્યાર કા દિવાના’ ગીત ઉપર ઠુમકાં લગાવતા જોવા મળ્યા. આ વીડિયો બહાર આવતા જ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શુ બંધબારણે નેતાઓની મીટિંગમાં આવા નાચગાન થાય છે. 

ભાજપના નેતાઓને આવું વર્તન શોભે! અભ્યાસવર્ગના નામે ઠુમકાં લગાવીને ડાન્સ કર્યો

ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં રાજકારણ (gujarat politics) બેફામ બન્યું છે. સાથે જ નેતાઓ પણ બેફામ બન્યા છે. સત્તાના નશાંમાં ક્યારેક નેતાઓ એવું વર્તન કરી બેસે છે, જે તેમને અને પક્ષને બંનેને શોભે તેમ હોતું નથી. ત્યારે રાજકોટમાં ભાજપ (rajkot bjp) ના નેતાઓનું અશોભનીય વર્તન જોવા મળ્યું. ભાજપના અભ્યાસવર્ગમાં નેતાો ‘યે મેરા દિલ પ્યાર કા દિવાના’ ગીત ઉપર ઠુમકાં લગાવતા જોવા મળ્યા. આ વીડિયો બહાર આવતા જ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું બંધબારણે નેતાઓની મીટિંગમાં આવા નાચગાન થાય છે. 

પોતાને સૌથી શિસ્તબદ્ધ ગણાતી ભાજપ (BJP) માં કેટલાક દુષણો પ્રવેશી ચૂક્યા છે. ગત દિવસોમાં તાલાલા ખાતે યોજાયેલા અભ્યાસવર્ગમાં પણ કેસરીયાને ન છાજે તેવું થયાની ચર્ચા ખુદ ભાજપના જ વર્તુળોમાં ચર્ચાયા બાદ હવે રાજકોટ ખાતે ચાલી રહેલા વોર્ડના અભ્યાસ વર્ગમાં કાર્યકરોએ મોડી રાતે ફિલ્મી ગીતો ઉપર ઠુમકા માર્યા હતા. ભાજપના અભ્યાસ વર્ગના નામે યોજાયેલા સંગીત કાર્યક્રમનો વીડિયો વાયરલ થયો છે. 

રાજકોટમાં ભાજપના અભ્યાસ વર્ગમાં નેતાઓએ ગીતો પર ઠુમકા લગાવીને ડાન્સ કર્યો હતો. ‘યે મેરા દિલ પ્યાર કા દિવાના’ ગીત વાગતા જ નેતાઓ ઝૂમી ઉઠ્યા હતા. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 14 નો આ વીડિયો છે. ત્યારે આ જશ્નમાં અનેક મહિલાઓ પણ સામેલ થઈ હતી. જે ચીચીયારીઓ પાડતી પણ દેખાઈ હતી. 

જોકે, આ મામલે પૂછતા જ ભાજપના મોવડી નેતાઓએ જુઠ્ઠાણુ ચલાવ્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, અમે માત્ર ગરબા કર્યા હતા. જ્યારે કે, વીડિયોમા સ્પષ્ટ દેખાય છે કે, ભાજપના અભ્યાસવર્ગમાં નેતાઓ ઠુમકા લગાવીને ડાન્સ કરી રહ્યા છે. ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરે આ વિશે ખુલાસો આપ્યો હતો કે, આ વીડિયો મારા ધ્યાને આવ્યો નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news