Gujarat Election 2022: માંડવિયાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું; ગાય, ભેંસ દૂધ આપે આ બધાને ખબર છે, પણ રાહુલ ગાંધીને પૂછો...'

Gujarat Election 2022: મનસુખ માંડવીયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગાય, ભેંસ, બકરી દૂધ આપે આ બધા લોકોને ખબર છે. પણ રાહુલ ગાંધીને પૂછો કે દૂધ કોણ દે તો એ કહેશે કે ડેરી દૂધ આપે.. એમને ખબર જ નથી કારણ કે તે ગ્રાઉન્ડ ઉપર રહ્યા જ નથી. 

Gujarat Election 2022: માંડવિયાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું; ગાય, ભેંસ દૂધ આપે આ બધાને ખબર છે, પણ રાહુલ ગાંધીને પૂછો...'

Gujarat Election 2022: સુરવા ગામે ચૂંટણી પ્રચારના અંતિમ સમયે મનસુખ માંડવિયા એ જાહેર સભા સંબોધી હતી. પાટીદાર સમાજ તાલાલા સીટ પર નિર્ણાયક મત ધરાવે છે. ત્યારે પાટીદાર સમાજનો રૂખ ભાજપ તરફ વાળવા પ્રચારના અંતિમ સમયમાં ભાજપ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ 30થી વધુ ગામના પાટીદાર અને અન્ય સમાજના અગ્રણીઓ સાથે સભા યોજી ભાજપના કામ વર્ણવ્યા હતા.

પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય ભગવાન બારડના ભાજપમાં જોડાવવા અંગે સસ્પેન્સ ખોલતા મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આઠ દિવસ પહેલા ભગવાન બારડને મેં ફોન કરી આમંત્રણ આપ્યું હતું કે "તમારા જેવા લોકો ત્યાં ન શોભે,ભાજપમાં આવી જાવ" ત્યારે કેન્દ્રીય મત્રીના નિમંત્રણ અને માન આપીને ધારાસભ્ય ભગવાન બારડ બહાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને તાલાલા તાલુકામાં કોંગ્રેસના સંગઠનની કમર તુટી હતી. 

તાલાળામાં કોંગ્રેસ એવી સ્થિતિમાં મુકાયું હતું કે ઉમેદવાર શોધવો જવું પડતું હતું. સાથે જ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મનસુખ માંડવીયાએ પદ માટેની યાત્રા ગણાવી હતી. મનસુખ માંડવીયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગાય, ભેંસ, બકરી દૂધ આપે આ બધા લોકોને ખબર છે. પણ રાહુલ ગાંધીને પૂછો કે દૂધ કોણ દે તો એ કહેશે કે ડેરી દૂધ આપે.. એમને ખબર જ નથી કારણ કે તે ગ્રાઉન્ડ ઉપર રહ્યા જ નથી. 

તાલાલા તાલુકાનાં સૌથી જૂના અને મહત્વના મુદ્દા શ્યુગર ફેકટરી પર જાહેર સભામાં ભગવાન ભાઈ બારડે મંત્રી માંડવીયાને રજૂઆત કરી હતી. તાલાલા તાલુકામાં દાયકાઓથી બંધ પડેલી સહકારી શુગર ફેકટરી ફરી શરૂ થાય તેના માટે સરકાર પાસે સહયોગ માંગવાની અપીલ કરી હતી અને તાલાલા તાલુકાનાં શેરડીની ખેતી ફરી જીવંત થાય અને શુગર ફેકટરી ફરી ધમધમતી થાય તેના માટે પ્રયત્ન કરશે તેવી ધારાસભ્ય ભગવાન બારડે જાહેરાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news