વિધાનસભાની વાતઃ કડીમાં આ વખતે કોણ કરશે કમાલ? શું પુનરાવર્તન થશે કે છે પરિવર્તનના એંધાણ?

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકના જાતિગત આંકડાની વાત કરીએ તો અહીંયા 26.7 ટકા પાટીદાર, 21.8 ટકા ઠાકોર, 2.8 ટકા રાજપૂત, 3.2 ટકા સવર્ણ, 9.6 ટકા મુસ્લિમ, 16.1 ટકા ઓબીસી અને એસસી 19.4 ટકા છે. આ બેઠક પર પાટીદાર અને ઠાકોર મતદારોનો દબદબો છે.

વિધાનસભાની વાતઃ કડીમાં આ વખતે કોણ કરશે કમાલ? શું પુનરાવર્તન થશે કે છે પરિવર્તનના એંધાણ?

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે ચૂંટણી રસપ્રદ બનશે તે નક્કી છે. ભરશિયાળે ફૂલગુલાબી ઠંડીની વચ્ચે રાજકીય ગરમી વધી રહી છે. તેની વચ્ચે અમે તમને બતાવીશું મહેસાણા જિલ્લાની કડી બેઠકનું રાજકીય સમીકરણ.

બેઠક પર મતદારો:
કડી બેઠક પર કુલ 2 લાખ 41 હજાર 285 મતદારો છે. જેમાં 1 લાખ 25 હજાર 791 પુરુષ મતદારો છે. અને 1 લાખ 15 હજાર 488 મહિલા મતદારો છે.

બેઠક પર જાતિગત સમીકરણ:
મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકના જાતિગત આંકડાની વાત કરીએ તો અહીંયા 26.7 ટકા પાટીદાર, 21.8 ટકા ઠાકોર, 2.8 ટકા રાજપૂત, 3.2 ટકા સવર્ણ, 9.6 ટકા મુસ્લિમ, 16.1 ટકા ઓબીસી અને એસસી 19.4 ટકા છે. આ બેઠક પર પાટીદાર અને ઠાકોર મતદારોનો દબદબો છે.

કડી બેઠકનો ટ્રેક રેકોર્ડ:

વર્ષ         વિજેતા ઉમેદવાર           પક્ષ

1962  નટવરલાલ પટેલ              કોંગ્રેસ

1967  પી એન પરમાર                   સ્વતંત્ર

1972  ગોવિંદભાઇ પરમાર            કોંગ્રેસ

1975  પ્રહલાદ પટેલ                  બીજેએસ

1980  કરસન ઠાકોર                     કોંગ્રેસ

1985  કરસન ઠાકોર                     કોંગ્રેસ

1990  નીતિનકુમાર પટેલ              ભાજપ

1995  નીતિનકુમાર પટેલ             ભાજપ

1998  નીતિનકુમાર પટેલ              ભાજપ

2002  બલદેવજી ઠાકોર               કોંગ્રેસ

2007  નિતીનકુમાર પટેલ              ભાજપ

2012  રમેશભાઇ ચાવડા             કોંગ્રેસ

2017  કરસનભાઇ સોલંકી            ભાજપ

બેઠકનું રાજકીય સમીકરણ:
કડી વિધાનસભા બેઠક પર 1975માં ભારતીય જનસંઘે જીત હાંસલ કરી હતી. નીતિન પટેલે અહીંયાથી 1990, 1995, 1998 અને 2007માં જીત હાંસલ કરી હતી. ત્યારબાદ આ બેઠક એસસી વર્ગ માટે અનામત કરી દેવામાં આવી. વર્ષ 2002 પછી ચૂંટણીની વાત કરીએ તો એક વખત બીજેપી અને એક વખત કોંગ્રેસે જીત હાંસલ  કરી છે. મહેસાણા જિલ્લાની કડી બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે એક-એક જીત હાંસલ કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને જોતાં અહીંયા રાજકીય ગરમાવો વધી ગયો છે.

2017નું પરિણામ:
2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના પૂંજાભાઈ સોલંકીએ 96 હજાર 651 મત મેળવ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવારને 7746 મતથી પરાજય આપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news