શું મહેસાણામાં ભાજપના નવા ઉમેદવાર સંભાળશે નીતિન પટેલનો વારસો? જાણો શું છે મહેસાણાનું ગણિત
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતની મહેસાણા વિધાનસભા બેઠક એક મહત્વની સીટ છે. 2017માં અહીંયા નીતિન પટેલને જનતાના આશીર્વાદ મળ્યા હતા. નીતિન પટેલે પોતે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા જાહેર કરી હતી. પરંતુ સીએમની ખુરશી વેંત છેટી રહી ગઈ અને તેમને ઉપ મુખ્યમંત્રી તરીકે સંતોષ માનવો પડ્યો.
Trending Photos
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ મહેસાણા જિલ્લાની મહેસાણા વિધાનસભા બેઠક ખૂબ મહત્વની છે. 2017માં અહીંયા ભાજપને જીત મળી હતી. આ સીટ પર બીજેપીનું વર્ચસ્વ છે. 1990થી અહીંયા ભાજપના ઉમેદવારને જીત મળતી રહી છે. 2017માં નીતિન પટેલને જીત મળી હતી. પરંતુ આ વખતે તેમને ટિકીટ આપવામાં આવી નથી. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ખુલીને મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેમને સીએમ બનવાની તક મળી નહીં. પરંતુ તેમની નારાજગીને જોઈને પાર્ટીએ તેમને ડિપ્ટી સીએમ બનાવી દીધા.
મહેસાણા બેઠકના મતદારો:
બેઠક પર કુલ 2 લાખ 16 હજાર 149 મતદારો છે. જેમાં 1 લાખ 12 હજાર 658 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 3 હજાર 497 મહિલા મતદારો છે.
મહેસાણા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 શાંતિબેન ભોલાભાઇ પટેલ કોંગ્રેસ
1967 કે. જે યાજ્ઞિક સ્વતંત્ર
1972 દયાશંકર ટી. ત્રિવેદી કોંગ્રેસ
1975 ભાવસિંહજી ધનસિંહજી ઝાલા કોંગ્રેસ
1980 ભાવસિંહજી ધનસિંહજી ઝાલા કોંગ્રેસ
1981 એ. આર. ભાવસિંહજી કોંગ્રેસ
(પેટા ચૂંટણી)
1985 મણીલાલ વિરચંદદાસ પટેલ કોંગ્રેસ
1990 ખોડાભાઇન એન. પટેલ ભાજપ
1995 ખોડાભાઇ એન. પટેલ ભાજપ
1998 ખોડાભાઇ એન. પટેલ ભાજપ
2002 અનિલકુમાર પટેલ ભાજપ
2007 અનિલકુમાર પટેલ ભાજપ
2012 નીતિન પટેલ ભાજપ
2017 નીતીન પટેલ ભાજપ
બેઠકનું જાતિગત સમીકરણ:
મહેસાણા બેઠક પર 22.6 ટકા પાટીદાર મતદારો, 15.8 ટકા ઠાકોર, 12.9 ટકા સવર્ણા, 2.3 ટકા ક્ષત્રિય, 3.4 ટકા ચૌધરી, 5.6 ટકા મુસ્લિમ, 11.7 ટકા દલિત મતદારો છે.
મહેસાણા બેઠકનો રાજકીય ઈતિહાસ:
મહેસાણા વિધાનસભા બેઠક પર વર્ષ 1990 સુધી લગભગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1990માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલી વખત ભાજપનું કમળ ખીલ્યું હતું. પાટીદાર સમાજમાંથી આવતાં અને ભાજપના ઉમેદવાર ખોડાભાઈ પટેલે વર્ષો બાદ કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લઈ ભાજપના પહેલાં ધારાસભ્ય તરીકે રેકોર્ડ નોંધાવ્યો હતો. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિજયીનો સિલસીલો ચાલુ રાખ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે