વિધાનસભાની વાતઃ આ વખતે મોડાસાના મતદારોનો શું છે મૂડ? શું જીતની હેટ્રિક લગાવશે કોંગ્રેસ?

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ અરવલ્લી જિલ્લાની મહત્વની બેઠક મોડાસા છે. હાલમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર મોડાસાના ધારાસભ્ય છે. તે આ સીટ પર છેલ્લી 2 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ દિલચશ્પ રહ્યા હતા. તે ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ ઠાકોરને 83 હજાર 411 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભીખુસિંહજીને 81 હજાર 771 મત મળ્યા હતા.

વિધાનસભાની વાતઃ આ વખતે મોડાસાના મતદારોનો શું છે મૂડ? શું જીતની હેટ્રિક લગાવશે કોંગ્રેસ?

ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત પછી રાજકીય પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. તેની વચ્ચે તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કઈ બેઠક પર કેટલા મતદારો છે અને ત્યાં પહેલાં કયા પક્ષનું શાસન હતું. આજે આવી જ એક બેઠકની વાત કરીશું. બેઠકનું નામ છે અરવલ્લી જિલ્લાની મોડાસા બેઠક. અરવલ્લી જિલ્લાની મોડાસા બેઠક પર છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસનું શાસન છે. આ વખતની ચૂંટણી મોડાસા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર તરીકે ભાજપે ભીખુભાઈ પરમાર, કોંગ્રેસે રાજેન્દ્રસિંહ ઠાકોર જ્યારે આમ આદમી પાર્ટીએ રાજેન્દ્રસિંહ પરમારની મેદાને ઉતાર્યા છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક જેવા નામનો સહારો લઈને લાભ લેવાનો પ્રયાસ કર્યો છે.

બેઠક પરના મતદારો:
મોડાસા બેઠક પર કુલ 2 લાખ 70 હજાર જેટલા મતદારો છે. જેમાં 1.37 લાખ પુરુષ મતદારો છે. જ્યારે 1.32 લાખ મહિલા મતદારો છે. જ્યારે 18 અન્ય મતદારો છે. બેઠક પર કુલ 177 ગામડાઓનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર સમાજના મતદારો સૌથી વધારે છે. આ સિવાય લેઉઆ, કડવા અને કચ્છી પટેલની વસ્તી વધારે છે. સાથે જ લઘુમતી સમાજના મતો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

2017નું પરિણામ:
વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને 83 હજાર 411 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભીખુસિંહજી પરમારને 81 હજાર 771 મત મળ્યા હતા. એટલે 2017ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ માત્ર 1640 મતથી વિજયી બન્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસે બેઠક જાળવી રાખવા માટે આકરી મહેનત કરવી પડશે.

મોડાસા બેઠકનો ટ્રેક રેકોર્ડ:

વર્ષ       વિજેતા ઉમેદવાર         પક્ષ

1962  વાડીલાલ મહેતા           કોંગ્રેસ

1967  એન એસ પટેલ              સ્વતંત્ર

1972  અંબાલાલ ઉપાધ્યાય        કોંગ્રેસ

1975  અર્જનભાઈ પટેલ          બીજેએસ

1980  અંબાલાલ ઉપાધ્યાય        કોંગ્રેસ

1985  ચંદુસિંહ ઠાકોર             કોંગ્રેસ

1987  આર એમ છગનસિંહ     કોંગ્રેસ

1990  હરિભાઇ પટેલ જનતા દળ

1995  દિલીપસિંહ પરમાર   ભાજપ

1998  દિલીપસિંહ પરમાર   ભાજપ

2002  દિલીપસિંહ પરમાર   ભાજપ

2007  દિલીપસિંહ પરમાર   ભાજપ

2012  રાજેન્દ્રસિંહ ઠાકોર     કોંગ્રેસ

2017  રાજેન્દ્રસિંહ ઠાકોર     કોંગ્રેસ

 

બેઠકની સમસ્યાઓ:
મોડાસા સીટના અનેક વિસ્તારમાં હજુ પણ લોકો વિકાસ ઝંખી રહ્યા છે. અરવલ્લી જિલ્લાને અલગ જાહેર કરવામાં આવ્યો તેને 9 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે. તેમ છતાં આ વિસ્તારમાં એક સિવિલ હોસ્પિટલની માગણી પૂરી કરવામાં આવી નથી. આ સિવાય વિવિધ મુદ્દાઓ પર અહીંના લોકો વિરોધ કરતા રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news