Gujarat Election 2022: આજે PM મોદીની ત્રણ, રાહુલની બે સભાઓ, કેજરીવાલનો રોડ શો, ગુજરાતમાં પ્રચંડ પ્રચાર
Gujarat Election 2022: પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતમાં 3 જગ્યાએ સભા સંબોધશે. પીએમ મોદી સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં સભા કરશે. રાહુલ ગાંધી સુરત-રાજકોટમાં સભા કરશે. કેજરીવાલનો અમરેલીમાં રોડ શો કરશે.
- PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ
- આજે એક દિવસમાં પ્રધાનમંત્રી 3 સભા સંબોધશે
- સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં PMની સભા
- સાંજે સુરતથી દિલ્લી જવા માટે રવાના થશે PM
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે હવે બરાબર રાજકીય માહોલ જામ્યો છે. આજે ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર જોવા મળશે. કારણકે, આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોવાથી તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ લડાશે. ત્યારે પ્રચાર-પ્રસાર પણ એ જ પ્રકારે બમણો થઈ જશે. આજે પ્રધાનમંત્રી મોદી ભાજપનું કમળ ખિલવવા માટે ગુજરાતમાં સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં સભાઓ ગજવશે. જ્યારે કોંગ્રેસને બેઠી કરવા માટે રાહુલ ગાંધી આજે સુરતમાં અને રાજકોટમાં રેલી કરશે. આ ઉપરાંત ગુજરાતમાં પગ જમાવવા માટે આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલ આજે અમરેલીમાં રોડ શો કરશે.
આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના ગુજરાતમાં યોજાનાર વિજય સંકલ્પ સંમેલન
તારીખ: 21 નવેમ્બર, 2022
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/cOveKbilwc
— BJP Gujarat (@BJP4Gujarat) November 20, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય પાર્ટીઓએ પ્રચંડ પ્રચાર શરૂ કર્યો હતો. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ચૂંટણી સભાને સંબોધિત કરશે. ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે વડાપ્રધાન મોદી આજે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે બે વાગ્યે જંબુસરમાં અને સાંજે ચાર વાગ્યે નવસારીમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
21 नवंबर को राजकोट में कांग्रेस पार्टी के पूर्व अध्यक्ष आदरणीय श्री राहुल गांधी जी की आयोजित होने वाली जनसभा को लेकर तैयारियों का जायजा लिया व मीडिया को संबोधित किया। pic.twitter.com/e0ifSG0gvH
— Dr. Raghu Sharma (@RaghusharmaINC) November 19, 2022
બીજી તરફ કોગ્રેસ પણ ચૂંટણી પ્રચારમાં કોઇ કસર છોડવા માંગતી નથી. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી બ્રેક લઇને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. રાહુલ ગાંધી આજે ગુજરાતમાં બે ચૂંટણી સભાને સંબોધિત કરશે. રાહુલ ગાંધી આજે બપોરે એક વાગ્યે સુરતના મહુવાના પાંચકાકડામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. બાદમાં બપોરે ત્રણ વાગ્યે રાજકોટમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
આવતી કાલના કાર્યક્રમોની રૂપરેખા. pic.twitter.com/BhlBa5Nbm2
— Isudan Gadhvi (@isudan_gadhvi) November 20, 2022
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આખો દિવસ સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. અમિત શાહ સવારે 11 વાગ્યે ખંભાળીયાના શક્તિનગર ગામમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. બાદમાં બપોરે એક વાગ્યે ગીર સોમનાથના કોડીનાર, બપોરે ત્રણ વાગ્યે જૂનાગઢના માળીયા હાટીના અને સાંજે સાડા છ વાગ્યે ભૂજમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. જ્યારે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આજે ગુજરાતમાં છે. ભાજપના સ્ટાર પ્રચારક તરીકે યોગી આજે ગુજરાતમાં ત્રણ ચૂંટણી સભા સંબોધશે. છોટાઉદેપુરના નસવાડી, મહેમદાવાદના ખાત્રજ અને પોરબંદરમાં યોગી આદિત્યનાથ કમળ ખિલવવા માટે પ્રચાર કરશે. આ ઉપરાંત તેઓ મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન પણ કરશે. આ તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ સાંજે પાંચ વાગ્યે અમરેલીમાં રોડ શો યોજશે. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે 20 તારીખે આજના કાર્યક્રમો જાહેર કરવા માટે આ તમામ પક્ષ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે