Gujarat Election Results 2022: ગુજરાતમાં ભાજપની સુનામી, 10 ઉમેદવારો 1 લાખ તો 40 ઉમેદવારોની 50 હજારથી વધુ મતે જીત
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ નવો રેકોર્ડ બનાવી લીધો છે. ભાજપના 10 ઉમેદવારોને તો એક લાખ કરતા વધુ મતે જીત મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1.92 લાખ કરતા વધુ મતે જીત્યા છે. જાણો કઈ સીટ પર ભાજપને મળી સૌથી મોટી જીત.
Trending Photos
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચી દીધો છે. આજે આવેલા ચૂંટણી પરિણામમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડબ્રેક વિજય મેળવ્યો છે. ભાજપે 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે જીતેલી 149 સીટનો રેકોર્ડ ભાજપે તોડી નાખ્યો છે. ભારતીય જનતા પાર્ટી 156 સીટ જીતીને સત્તામાં વાપસી કરી રહી છે. તો આમ આદમી પાર્ટીને 5 અને કોંગ્રેસને 17 સીટો મળી રહી છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી સૌથી મોટી લીડ સાથે જીત મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 લાખ 92 હજાર 263 મત સાથે વિજય મેળવ્યો છે.
ગુજરાતમાં 1 લાખથી વધુ મતે ભાજપના 10 ઉમેદવારો જીત્યા
ગુજરાતમાં ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપના 10 ઉમેદવારોએ 1 લાખથી વધુ મત સાથે વિજય મેળવ્યો છે. રાજ્યમાં સૌથી મોટી જીત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી છે. ભૂપેન્દ્ર પટેલે સૌથી વધુ 1,92,263 મત સાથે જીત મેળવી છે. તો સુરતની ચોર્યાસી સીટ પરથી સંદીપ દેસાઈ, મજુરાથી હર્ષ સંઘવી, ઓલપાડથી મુકેશ પટેલ, રાજકોટ પશ્ચિમથી ડો. દર્શિતા શાહ, કાલોલથી ફતેસિંહ ચૌહાણ, એલિસબ્રિજથી અમિત શાહ, સુરત પૂર્વથી પૂર્ણેશ મોદી, વલસાડથી ભરત પટેલ અને માંજલપુરથી યોગેશ પટેલે એક લાખથી વધુ મતે જીત મેળવી છે.
ભાજપના 10 ઉમેદવારો 1 લાખથી પણ વધુ વોટથી જિત્યા
(૦૧) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ-૧,૯૨,૨૬૩ લીડ
(૦૨) ચોર્યાસી- સંદિપ દેસાઈ-૧,૮૧,૮૪૬ લીડ
(૦૩) મજુરા- હર્ષ સંઘવી-૧,૧૬,૬૭૫ લીડ
(૦૪) ઓલપાડ- મુકેશ પટેલ-૧,૧૫,૧૩૬ લીડ
(૦૫) રાજકોટ પશ્ચિમ-ડૉ. દર્શિતા શાહ- ૧,૦૫,૯૭૫ લીડ
(૦૬) કાલોલ- ફતેસિંહ ચૌહાણ- ૧,૦૫.૪૧૦ લીડ
(૦૭) એલિસબ્રીજ- અમિત શાહ-૧,૦૪,૪૯૬ લીડ
(૦૮) સુરત પુર્વ- પૂર્ણેશ મોદી- ૧,૦૪,૩૧૨ લીડ
(૦૯) વલસાડ- ભરત પટેલ- ૧,૦૩,૭૭૬ લીડ
(૧૦) માંજલપુર- યોગેશ પટેલ- ૧,૦૦,૭૫૪ લીડ
ભાજપના 41 ઉમેદવારોની 50 હજારથી વધુ મતે જીત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જલવો જોવા મળ્યો છે. ભાજપના 40 ઉમેદવારો તો 50 હજાર કરતા વધુ મતે જીત્યા છે. એટલે કે ભાજપે વિપક્ષી પાર્ટીઓના સુપડા સાફ કરી નાખ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ ડુલ થઈ ગઈ છે.
50 હજારથી વધુ વોટથી જીતેલ બેઠકો
અકોટા, અસારવા, બાલાસિનોર, બારડોલી, ભરૂચ, ભાવનગર પુર્વ, ભાવનગર ગ્રામ્ય, ભુજ, દસ્ક્રોઈ, ગણદેવી, નડીયાદ, નારણપુરા, નરોડા, નવસારી, નિકોલ, પારડી, પ્રાંતિજ, રાજકોટ દક્ષિણ, જલાલપોર, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જેતપુર, કામરેજ, કતારગામ, લીંબાયત, માંગરોળ(સુરત), મણીનગર, મોરબી, રાવપુરા, સાબરમતી, સયાજીગંજ, ઠક્કરબાપાનગર, ઠાસરા, ઉધના, ઉમરગામ, ઊંઝા, વડોદરા શહેર, વટવા, વેજલપુર, વીરમગામ, વઢવાણ સીટ પર ભાજપના ઉમેદવારો 50 હજારથી વધુ મતે જીત્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે