વિધાનસભાની વાતઃ માણાવદરમાં આ વખતે કોણ મારશે બાજી? જાણો શું છે વર્તમાન સમીકરણો

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી મેદાનમાં ઉતરનારા તમામ  રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. જોકે હજુ સુધી તારીખની જાહેરાત થઈ નથી. આ સ્થિતિમાં જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પણ અનેક રીતે મહત્વની છે.

વિધાનસભાની વાતઃ માણાવદરમાં આ વખતે કોણ મારશે બાજી? જાણો શું છે વર્તમાન સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠક છે. જેમાં જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક છે. તેમાંથી એક છે માણાવદર બેઠક. આ બેઠક પર હાલમાં જવાહર પેથલજી ચાવડા ધારાસભ્ય છે. સૌથી ઓછી ઉંમરમાં જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને રતિભાઈ સુરેજાને 2002માં હરાવ્યા હતા. તેના પછી 2002, 2007 અને 2014માં જીત હાંસલ કરી હતી. વર્ષ 2017માં તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા અને બીજા દિવસે વિજય રૂપાણી સરકારમાં પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી બન્યા. વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણીમાં ફરીથી તે ચૂંટણી જીત્યા. પરંતુ ગુજરાતના નવા કેબિનેટ મંત્રીમંડળમાં જવાહરભાઈને સામેલ કરવામાં આવ્યા નથી.

માણવદર બેઠકનો પરિયચ:
ગુજરાતમાં પશ્વિમી ક્ષેત્રમાં જૂનાગઢ જિલ્લાથી 35 કિલોમીટર દૂર આવેલ માણાવદર એક સમયે નવાબોની નગરી હતું. કહેવામાં આવે છે કે જૂનાગઢના નવાબના પિતરાઈ ભાઈ ત્યાં રહેતા હતા. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે માણાવદર પાકિસ્તાનના કબજામાં હતું. જેને પછી ભારત સાથે જોડી દેવામાં આવ્યું. અહીંયા આજે પણ ઐતિહાસિક બિલ્ડિંગ આવેલી છે.

માણાવદરની સામાજિક સ્થિતિ:
માણવાદરમાં એકસમયે તમામ રૂની ફેક્ટરીઓ હતી. પરંતુ આ સમયે તે બિઝનેસ દમ તોડી રહ્યો છે. અહીંયા 150થી વધારે ફેક્ટરીઓ હતી. પરંતુ અત્યારે માંડ 2 ફેક્ટરીઓ ચાલી રહી છે. એકબાજુ મોસમનો માર અને બીજીબાજુ રૂની ફેક્ટરીઓ પર ટેક્સનો બોજ. રૂની ફેક્ટરી માટે કપાસના ઉત્પાદનમાં માણાવદર સૌથી ઉપર હતું. પરંતુ હવે પાણીની અછત અને સિંચાઈની સમસ્યાના કારણે ખેડૂતો અન્ય પાક તરફ વળ્યા છે.

માણાવદર બેઠકના મતદારો:
બેઠક પર 1 લાખ 25 હજાર 681 પુરુષ મતદારો  અને 1 લાખ 14 હજાર 279 મહિલા મતદારો છે. અહીંયા કુલ 2 લાખ 39 હજાર 960 મતદારો છે.

માણાવદરની રાજકીય સ્થિતિ:
માણાવદરમાં ખેડૂતોની સંખ્યા સૌથી વધારે છે. પાટીદાર સમુદાય અહીંયા 40 ટકા છે. જ્યારે આહિર, મેર અને દલિતની સંખ્યા મળીને બીજા 40 ટકા છે. અહીંયા વર્ષોથી ભાજપના રતિભાઈ સુરેજા જીતતા રહ્યા હતા. 1962ની ચૂંટણીની શરૂઆત થયા પછી અત્યાર સુધી ત્રણ વર્ષ બીજેપી અને ત્રણ વર્ષ કોંગ્રેસ જીતતી આવી છે. જોકે 2017માં કોંગ્રેસમાંથી જીત મેળવ્યા પછી જવાહર ચાવડાએ 2018માં ભાજપ જોઈન કરી લીધું હતું. જેનાથી 2019માં પેટાચૂંટણી યોજાઈ, જેમાં જવાહર ચાવડાની જીત થઈ.

માણાવદર બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર           પક્ષ

1962  મનહરલાલ ચાવડા     કોંગ્રેસ
1967  મનહરલાલ ચાવડા     કોંગ્રેસ
1972  દેવજી વણવી             કોંગ્રેસ
1975  વલ્લભ પટેલ             કેએલપી
1980  મૂળજી હુડકા            કોંગ્રેસ
1985  જશુમતી પટેલ         કોંગ્રેસ
1990  જવાહર ચાવડા        કોંગ્રેસ
1995  રતિલાલ સુરેજા     ભાજપ
1998  રતિલાલ સુરેજા     ભાજપ
2004  રતિલાલ સુરેજા     ભાજપ
2007  જવાહર ચાવડા         કોંગ્રેસ
2012  જવાહર ચાવડા           કોંગ્રેસ
2017  જવાહર ચાવડા         કોંગ્રેસ
2019  જવાહર ચાવડા         ભાજપ

 

 

માણાવદરની સમસ્યાઓ:
માણાવદરમાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. માણાવદરમાં વરસાદ સૌથી વધારે પડતો હોવા છતાં પાણીનું સંકટ સર્જાય છે. ડેમનું પાણી છોડીને તેના પર રિવરફ્રન્ટ બનાવવા માટે 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. એકસમયે રૂની ફેકટરીઓ માણાવદરની ઓળખ હતી. આ બિઝનેસ પર 1995 પછી સરકારે કોઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. ભારે વરસાદની સિઝનમાં માણાવદર અને મોટાભાગના ગામડાઓ પાણીમાં ડૂબી જાય છે. ખેડૂતોનો પાક બરબાદ થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news