ખેડૂતોની આવી મજાક! 1 રૂપિયાની નોટિસ મોકલવા પર PGVCLના સુપરીટેન્ડન્ટનો શરમજનક જવાબ

Amreli Farmer Get Notice Of One Rupee : અમરેલીમાં જગતના તાતની મજાક કરતી બની ઘટના... 1 રૂપિયાના બાકી લેણાં સામે PGVCLએ ખેડૂતને મોકલી નોટિસ... જ્યાં સુધી કોર્ટ કાર્યવાહી ચાલે ત્યાં સુધી વડિયાની કોર્ટમાં હાજર રહેવા કર્યો આદેશ.... 

ખેડૂતોની આવી મજાક! 1 રૂપિયાની નોટિસ મોકલવા પર PGVCLના સુપરીટેન્ડન્ટનો શરમજનક જવાબ

Amreli News : અમરેલીના કુંકાવાવમાં એક ખેડૂતને એક રૂપિયાની ભરપાઈ કરવા માટે કોર્ટની નોટિસ મોકલી છે. PGVCL દ્વારા કોર્ટ મારફત એક રૂપિયો ભરવા ખેડૂતને નોટિસ મોકલાઈ છે. 7 વર્ષ આસપાસ ખેડૂતે ખેતરમાં રદ કરેલ કનેક્શનની pgvcl દ્વારા કોર્ટ મારફતે નોટિસ અપાઈ છે. એક રૂપિયાની નોટિસ માટે 5 રૂપિયાની ટિકિટ લગાવી ખેડૂત પાસે એક રૂપિયો ભરપાઈ કરવા નોટિસ અપાઈ.

1 રૂપિયો વસૂલવા 5 રૂપિયાની ટિકિટ લગાવાઈ
અમરેલીના કુંકાવાવમાં હરેશ સોરઠીયા નામના એક ખેડૂતને એક રૂપિયાની ભરપાઈ કરવા માટે પીજીવીસીએલ દ્વારા કોર્ટની નોટિસ ફટાકારાઈ છે. Pgvcl દ્વારા કોર્ટ મારફત એક રૂપિયો ભરવા ખેડૂતને નોટિસ મોકલાઈ. 7 વર્ષ આસપાસ ખેડૂતે ખેતરમાં રદ કરેલ કનેક્શનની pgvcl દ્વારા કોર્ટ મારફતે અપાઈ નોટિસ અપાઈ. એટલુ જ નહિ, એક રૂપિયો વસૂલવા માટે 5 રૂપિયાની ટીકીટ લગાવી ખેડૂત પાસે એક રૂપિયો ભરપાઈ કરવા નોટિસ અપાઈ. 

આ ખેડૂતને કોર્ટ સુધી પહોંચવા માટે 20 કિલોમીટરનું અંતર કાપવુ પડે, તે માટે ખેડૂતને અલગથી રૂપિયા પણ ખર્ચવા પડે. ત્યારે માત્ર એક રૂપિયા માટે પીજીવીસીએલ, ખેડૂત અને કોર્ટનો સમય બરબાદ કરવું કેટલું યોગ્ય કહેવાય.

સુપરીટેન્ડન્ટનો ઉડાઉ જવાબ 
ખેડૂત પાસેથી 1 રૂપિયાની ઉઘરાણી કરતાં તમને કેમ ન આવી શરમ? ખેડૂત પાસેથી 1 રૂપિયાની ઉઘરાણી કરતાં તમારો જીવ કેવી રીતે ચાલ્યો? ખેડૂત પાસેથી 1 રૂપિયાની ઉઘરાણી કરવામાં તમે કોર્ટમાં કેમ ગયા? માત્ર 1 રૂપિયા માટે કેસ પૂરો ન થાય ત્યાં સુધી કેમ ખેડૂતને ખવડાવવા માગો છો કોર્ટના ધક્કા? શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો 1 રૂપિયો ખેડૂતને કેટલામાં પડશે? ખેડૂત પાસેથી માત્ર 1 રૂપિયા માટે તમે કયા સમાધાનના તાયફા કરવા માગો છો? શું તમારા વિદ્યુત બોર્ડમાં આવા નમુનાઓ ભરેલા છે? આવા સવાલો વરસાવતા પીજીવીસીએલના સુપરીડેન્ટડન્ટ એન્જિનિયર આરવી સોમાણીએ જવાબ આપ્યો કે, કયા કારણોસર નોટીસ આપીશું જે હું જાણી લઈશ. જે તે અધિકારીને જે કહેવાનું હશે તે અમે કહી દઈશું. એમાં કંઈક કરી લઈશું તેવો ઉડાઉ જવાબ સુપરીટેન્ડન્ટે આપ્યો. અમે ખેડૂતોના કેટલાય બિલ માફ કર્યા છે એટલે એવુ નથી.

ખેડૂતે કહ્યું કે, 10 વર્ષથી અમે ગ્રીન હાઉસ કર્યુ હતુ, સાત વર્ષમાં અમને ક્યારેય નોટિસ નથી આવે, પણ હવે કોર્ટની નોટિસ આવી છે. એક રૂપિયાની નોટિસમાં પાંચ રૂપિયાની તો ટિકિટ બગાડી છે. અમે બાઈક લઈને જઈએ તો સો--બસ્સોનું તો પેટ્રોલ આવી જાય છે. ખેડૂતને એક રૂપિયા માટે કેટલાય ધક્કા ખવડાવો છે. 

ZEE 24 કલાક પૂછે છે સવાલ

  • ખેડૂતો પ્રત્યે વિદ્યુત બોર્ડનું આટલું જડ વલણ કેમ?
  • 1 રૂપિયો વસૂલ કરવા માટે જનતાના પૈસાનું આંધણ કેમ?
  • કેમ PGVCLના સાહેબોને ઘાટ કરતાં ઘડામણ મોઘું કરવામાં રસ પડ્યો?
  • માત્ર 1 રૂપિયા માટે PGVCL કેમ ખેડૂતને કોર્ટમાં ઢસડી ગઈ?
  • કેમ ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવું વર્તન કરી રહી છે PGVCL?
  • લેણા નીકળતા 1 રૂપિયા માટે ખેડૂત સામે કોર્ટમાં કેમ કર્યો કેસ?
  • મુખ્યમંત્રી જુઓ ખેડૂતો પ્રત્યે સરકારી તંત્રનું વલણ કેવું છે?
  • સાહેબ શું કામ ફક્ત 1 રૂપિયો ભરવા માટે ખેડૂતને વડિયાની કોર્ટમાં ધક્કો ખવડાવો છો?
  • પાલિકાઓનાં કરોડો રૂપિયાનાં બિલ બાકી છે ત્યાં કેમ મીંદડી બની જાય છે વિદ્યુત બોર્ડ?
  • નાની કુકાવાવના ખેડૂતો સાથે PGVCLની અંગ્રેજો જેવી નીતિ કેમ?
  • માત્ર 1 રૂપિયા માટે કયો અધિકારી ખેડૂતને કોર્ટમાં ઢસડી ગયો?
  • શું PGVCL ખેડૂત પાસેથી 1 રૂપિયો વસૂલીને મલ્ટિનેશનલ કંપની બની જશે?
  • PGVCLના એમડી સાહેબ જવાબ આપો ખેડૂતને 1 રૂપિયા માટે કેમ કરો છો હેરાન?

હવે લોકો દોડીને કચ્છ જોવા આવશે : ચિત્તાનું નવું ઘર બનશે કચ્છનું આ ઘાસનું મેદાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news