કંટાળેલા ગુજ્જુ ખેડૂતે ખેતીની દિશા જ બદલી નાંખી, નવી ખેતીમાં મેળવે છે લાખોની કમાણી

Morbi News : વર્ષોથી હસમુખભાઈ ભીમાણી અને તેના પરિવાર રૂટીન પાકની ખેતી કરતા હતા... પરંતું તેમની આવક દિવસેને દિવસે ઘટી રહી હતી. જેથી કરીને તેઓએ પોતાના ખેતરની અંદર બાગાયતી ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું 

કંટાળેલા ગુજ્જુ ખેડૂતે ખેતીની દિશા જ બદલી નાંખી, નવી ખેતીમાં મેળવે છે લાખોની કમાણી

Gujarat Farmers હિમાંશુ ભટ્ટ/મોરબી : સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં રૂટિન ખેતીમાં ખેડૂતોને આવક ઘટી રહી છે, ત્યારે ખેડૂતોએ પોતે ટકી રહેવા માટે હવે બાગાયતી પાક તરફ વળવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી નજીકના ખાનપર ગામના ખેડૂતે રૂટીન ખેતી છોડીને તરબૂચની ખેતી છેલ્લા દસ વર્ષથી શરૂ કરી છે અને તેમાં તેઓને રૂટીન ખેતી કરતા અનેક ગણો વધુ ફાયદો અને આવક થાય છે.

રૂટિન ખેતીને તિલાંજલિ આપી 
સામાન્ય રીતે ખેડૂતોના ખેતરમાં પાક હોય ત્યાં સુધી તેની જણસની કિંમત ઊંચી રહેતી હોય છે. જોકે જ્યારે તેની જણસ બજારમાં કે માર્કેટયાર્ડમાં વેચાવવા માટે આવે ત્યારે તેની કિંમત અચાનક ઘટી જતી હોય છે. જેથી કરીને ખેડૂતો દ્વારા હવે રૂટીન ખેતીને તિલાંજલી આપીને બાગાયતી ખેતી તરફ આવી રહી છે તેવું અનેક જગ્યાએ જોવા મળે છે. ત્યારે મોરબી તાલુકાના ખાનપર ગામે હસમુખભાઈ ભીમાણી નામના ખેડૂતે કપાસ, મગફળી સહિતની રૂટીન ખેતી છોડીને બાગાયતી ખેતી શરૂ કરી છે. છેલ્લા દસ વર્ષથી તેઓ પોતાના ૧૪ વીઘાના ખેતરની અંદર તરબૂચની ખેતી કરી રહ્યાં છે અને તરબૂચની ખેતીમાં ઓછી મહેનત મજૂરીએ તેઓને રૂટીન ખેતી કરતા અનેક ગણી વધુ આવક થઈ રહી છે. 

કપાસ-મગફળી કરતા વધુ આવક મળે છે 
વર્ષોથી હસમુખભાઈ ભીમાણી અને તેના પરિવાર દ્વારા પોતાના ખેતરની અંદર રૂટીન પાકની ખેતી કરવામાં આવતી હતી. જો કે રૂટીન પાકની ખેતીમાં જે પ્રમાણે મહેનત મજૂરી કરતા હતા અને ખર્ચા કરતા હતા, તેના પ્રમાણમાં આવક દિવસેને દિવસે ઘટી રહી હતી. જેથી કરીને તેઓએ પોતાના ખેતરની અંદર બાગાયતી ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ તેઓએ તાઇવાનના કિરણ તરબૂચનું વાવેતર શરૂ કર્યું હતું. છેલ્લા દસ વર્ષથી તેઓ તરબૂચની ખેતી કરી રહ્યા છે. આજે તેમનામાંથી પ્રેરણા લઈને ખાનપર ગામના અન્ય ખેડૂતો દ્વારા પણ પોતાના ખેતરની અંદર રૂટીન ખેતી છોડીને તરબૂચની ખેતી શરૂ કરવામાં આવી છે. કપાસ તથા મગફળીના પાક બાદ તેમને જે આવક થાય તેના કરતાં અનેક ગણી વધુ આવક હાલમાં તેઓને આ તરબૂચની ખેતીમાંથી થઈ રહી છે. તેમના કહેવા પ્રમાણે તેઓના ૧૪ વીઘાના ખેતરમાંથી તેઓને ૧૫૦૦ મણ જેટલા તરબૂચનો પાક મળશે અને તેના થકી તેઓને પાંચ લાખથી વધુની આવક થશે. જોકે કપાસ અથવા મગફળીની ખેતી કરી હોત તો માંડ માંડ અઢીથી ત્રણ લાખ રૂપિયા મળ્યા હોત તેવું તે જણાવી રહ્યા છે.

ખેતી હોય કે પછી અન્ય કોઈપણ ક્ષેત્ર, જો તેમાં કોઈપણ વ્યક્તિ બીજાથી હટકે કામ કરે તો તેની સો ટકા નોંધ લેવામાં આવતી હોય છે. તેવી જ રીતે મોરબી તાલુકાના ખાનપર ગામના આ પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં રૂટીન ખેતી કરવાના બદલે હાલમાં બાગાયતી ખેતી શરૂ કરી છે. તેઓ કપાસ અને મગફળીના બદલે તરબૂચના પાકનું વાવેતર કરીને તેનો પાક મેળવી માલામાલ થઈ રહ્યા છે. તેમને જોઈને અન્ય ખેડૂતો પણ તેમાંથી પ્રેરણા લઈ પોતાના ખેતરમાં રૂટીન ખેતીના બદલે બાગાયતી ખેતી તરફ વળવાનો વિચાર કરવા લાગ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news