હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને થયો કડવો અનુભવ, પિરસાયેલા મસાલા પાપડમાં ફરતો હતો વંદો

Cockroach In Masala Papad : આણંદની હોટેલના મસાલા પાપડમાંથી નિકળ્યો વંદો..હોટેલ ક્રિસન્ટમાં જમવા ગયેલા ગ્રાહકને થયો કડવો અનુભવ...જીવાત વાળા મસાલા પાપડનો વીડિયો થયો વાયરલ...
 

હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને થયો કડવો અનુભવ, પિરસાયેલા મસાલા પાપડમાં ફરતો હતો વંદો

Anand News આણંદ : ગુજરાત ખાણીપીણી માટે ફેમસ છે. પરંતું હવે બહાર ખાવા જેવુ નથી રહ્યું. છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતના વિવિધ શહેરોની વિવિધ રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચાતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ક્યાંક વંદા નીકળી રહ્યા છે, ક્યાંક જીવાતો ફરે છે, તો ક્યાંક અન્ય ફરિયાદો ઉઠે છે. ત્યારે આણંદની પ્રખ્યાત હોટલ ક્રિસન્ટમાં મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો છે. હોટલના ટેબલ પર ગ્રાહકને સર્વ કરાયેલી પ્લેટમાંથી વંદો નીકળ્યો. મસાલા પાપડના પ્લેટમાં વંદાવાળો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદની રેસ્ટોરન્ટમાં પણ મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો
હજી એક મહિના પહેલા જ અમદાવાદના ડ્રાઈવ ઇન રોડ પર આવેલા કબીર રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાંથી જીવતો વંદો નીકળ્યો તો. કબીર રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 11, 2023

 

ઉલ્લેખનીય છે કે, ખાણીપીણીમાં ભેળસેળ અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચવાના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના વિવિધ શહેરોમા ફૂડ એકમો પર રેડ પાડીને નમૂના ચેક કરવામાં આવી રહ્યાં છે. તો સાથે જ જે એકમોમાં ખોરાકમાં ભેળસેળ નીકળે તેને સીલ કરવામાં આવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news