એરિયલ યોગ મારફતે સારૂ આરોગ્ય પ્રાપ્ત કરવાનો ગુજરાત ફોરચ્યુન જાયન્ટસનો પ્રયાસ!

તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિન પ્રસંગે કસરતના એક નવતર પ્રકારના સ્વરૂપ તરફ અમદાવાદીઓનું ધ્યાન ખેંચાયુ હતું. પ્રો-કબડ્ડી લીગની ટીમ, ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ (GFG)ના ખેલાડીઓએ  ગોપી ત્રિવેદીના એરિયલ યોગનો પરિચય મેળવ્યો હતો

એરિયલ યોગ મારફતે સારૂ આરોગ્ય પ્રાપ્ત કરવાનો ગુજરાત ફોરચ્યુન જાયન્ટસનો પ્રયાસ!

અતૃલ તિવારી, અમદાવાદ: તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિન પ્રસંગે કસરતના એક નવતર પ્રકારના સ્વરૂપ તરફ અમદાવાદીઓનું ધ્યાન ખેંચાયુ હતું. પ્રો-કબડ્ડી લીગની ટીમ, ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ (GFG)ના ખેલાડીઓએ  ગોપી ત્રિવેદીના એરિયલ યોગનો પરિચય મેળવ્યો હતો.

બાયોરિધમ એન્ટીગ્રેવીટી સ્ટુડિયોનુ સંચાલન કરતાં ગોપી ત્રિવેદીએ આ ટીમને ઉત્તમ શરીર સૌષ્ઠવની શુભેચ્છા પાઠવી હતી અને તેની શરૂઆત ધ્યાનથી કરી હતી. ત્યારબાદ, ખેલાડીઓના ટોટલ બોડી વર્કઆઉટ માટેનાં કેટલાક પરંપરાગત આસન શીખાવાયાહતા.

આ યોગમાં કઈ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેની સમજ વડે તેનો તેમના રોજબરોજની ફીટનેસ કવાયતમાં સમાવેશ કરવા જણાવાયું હતું. યોગ શીખવાના આ સેશનમાં ખેલાડીઓ સચિન તવર, સોનુ ગહલાવત, લલિત ચૌધરી, રૂતુરાજ કોરાવી,વિનોદ કુમાર, અમિતખરબ, સોનુ જગલાન, અંકિતબૈનસ્વાલ, સુમિત મલિકઅને ગુરવિન્દરસિંઘ સામેલ થયા હતા.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news