સરકારી નોકરી માટે મહત્વની જાહેરાત, ગુજરાતમાં થશે શિક્ષકો ભરતી, વધુ જાણવા કરો ક્લિક

Big Announcement : ગુજરાતમાં 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય... શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી માહિતી 

સરકારી નોકરી માટે મહત્વની જાહેરાત, ગુજરાતમાં થશે શિક્ષકો ભરતી, વધુ જાણવા કરો ક્લિક

ગાંધીનગર :ગુજરાતમાં દિવાળી પહેલા સરકારી નોકરી અંગે મહત્વની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. ધોરણ 1થી 5માં 1000 વિદ્યાસહાયકોની અને ધોરણ 6થી 8માં 1600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે. 

શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને જાણાવ્યું કે, 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ અંગે 11 મી ઓક્ટોબર, 2022 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. ધોરણ 1 થી 5 માં 1000 અને ધોરણ 6 થી 8 માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.

જેમાં ધોરણ 1 થી 5 માં 1000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5 ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news