Gujarat: માઇક્રો સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ ને રાહત આપવા માટે સરકારની માંગણી
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં આજે ફરી એકવાર મુખ્યમંત્રી દ્વારા રાત્રી કર્ફ્યૂ અને ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ દુકાનો અને હોટલ મોલ રેસ્ટોરન્ટ સહિતની મનોરંજનને લગતી કામગીરી બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. 18 તારીખ સુધી આ પ્રતિબંધ યથાવત્ત રહેશે તેવો સરકારે આદેશ આપ્યો છે.
તેવામાં ઉદ્યોગો અને ખાસ કરીને નાના ઉદ્યોગો પર મોટો ફટકો પડી રહ્યો છે. જેથી સરકારને રાહતની માંગ કરતો પત્ર જીસીસીઆઇએ મુખ્યમંત્રીને લખ્યો છે. રાહત માટેની માંગ કરી છે. માઇક્રો સ્મોલ એન્ડ મીડીયમ એન્ટપ્રાઇઝ માટેની માંગ કરી છે. રાજ્યમાં ચાલી રહેલા આંશીક લોકડાઉની ઉદ્યોગો પર ગંભીર અસર જોવા મળી રહ્યો હોવાની જીસીસીઆઇએ ઉલ્લેખ કર્યો છે.
રાજ્યના ઉદ્યોગો 50 ટકાની ક્ષમતા પર પણ નથી ચાલી રહ્યા. કોરોના અને આશીક લોકડાઉનના કારણે માંગમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સમયસર પમેન્ટ ન મળતાં કેશ લીક્વીડીટી પર પણ અસર જોવા મળી રહી છે. ગુજરાત ગેસ લીમીટેડ અગામી 6 માસ સુધી લઘુત્તમ કનેક્શન ચાર્જ મુજબ બીલ ન બનાવે તેવો સરકાર નિર્દેશ આપે છે. ગુજરાત રાજ્યની વીજ કંપની અગામી છ મહિના માટે વિજળી વપરાશ પ્રમાણે જ બીલ વસુલવા અને લુધત્તમ કનેક્શન ચાર્જ મુજબ બીલ બનાવવા સરકાર નિર્દેશ આપે છે. ગુજરાત ગેસ અને વિજ કંપનીઓ 6મહિના સુધી વ્યાજ મુક્ત ચુકવણી માટે 60 દિવસની સમય મર્યાદા આપે તેવી પણ માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે