ગુજરાતના 11 લાખ નિરાધાર વૃધ્ધોને કરાવ્યો મોટો ફાયદો, જાણો બજેટમાં શું કરી મોટી જાહેરાત?
વર્ષ 2022-23ના બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. જેમાં રાજ્યના વૃદ્ધ પેન્શન ધારકો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. જેમાં નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ ગૃહ સમક્ષ રજૂ કર્યુ છે. 7 કરોડની જનતા માટે બજેટમાં સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં કોઈ વેરા ઝીંકવામાં આવ્યા નથી. આ સિવાય વર્ષ 2022-23ના બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. જેમાં રાજ્યના વૃદ્ધ પેન્શન ધારકો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ 2022માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો જાહેર કર્યો છે. બજેટમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના 60થી 80 વર્ષના લાભાર્થીઓને હાલ 750 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે. જેમાં 250 રૂપિયાનો વધારો કરીને 1000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.
જ્યારે 80 વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ 1000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે. જેમાં 250 રૂપિયાનો વધારો કરીને 1250 માસિક પેન્શન આપવામાં આવશે. જેનો લાભ આશરે 11 લાખ લાભાર્થીઓને મળશે. આ યોજના માટે કુલ 977 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ સિવાય રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શરન યોજનામાં લાભાર્થીઓને હાલ 600 માસિક પેન્શન આપવામાં આવે છે. જેમાં 400નો વધારો કરી 1000 માસિક પેન્શન આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ 35 કરોડ ફાળવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે