GUJARAT ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરેરાશ 74.70 ટકા મતદાન, એકંદરે શાંતિપૂર્ણ માહોલ
રાજ્યની 8884 ગ્રામ પંચાયતોમાં આજે યોજાયેલી ચૂંટણી માટેનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. રાજ્યમાં સરેરાશ 70.74 ટકાથી વધારે મતદાન નોંધાયું છે. કેટલાક છમકલાઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું છે. 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન નોંધાયું છે.
Trending Photos
ગાંધીનગર : રાજ્યની 8884 ગ્રામ પંચાયતોમાં આજે યોજાયેલી ચૂંટણી માટેનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. રાજ્યમાં સરેરાશ 70.74 ટકાથી વધારે મતદાન નોંધાયું છે. કેટલાક છમકલાઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું છે. 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન નોંધાયું છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાના મોટા વિવાદ અને ઘર્ષણને બાદ કરતા મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. ક્યાંક આચારસંહિતા ભંગ તો ક્યાંક મારામારી અને ક્યાંક તંત્રના અયોગ્ય વર્તનની ફરિયાદો આવી હતી. સમગ્ર રાજ્યમાં પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો સતત ફરજરત્ત હતા. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. નર્મદા જિલ્લાના દેદિયાપાડાના એક ગામમાં ચૂંટણી દરમિયાન આજે ભાજપ અને બીટીપીના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સાળા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
નવસારીના ગણદેવી તાલુકાના કછોલી ગામમાં ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8માં બેલેટ પેપર બદલાઇ જતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર 7 ના બેલેટ પેપર વોર્ડ નંબર 8માં અને વોર્ડ નંબર 8 ના બેલેટ પેપર વોર્ડ નંબર 7 માં આપી દેવાતા મુંઝવણમાં મુકાયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડાની અક્ષરધામ સોસાયટીમાં મતદાન દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે