GUJARAT CORONA UPDATE: 51 નવા કેસ, 55 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના આજે નવા 51 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 55 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 87,189 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 
GUJARAT CORONA UPDATE: 51 નવા કેસ, 55 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આજે નવા 51 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 55 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 87,189 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 571 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. 567 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,17,874 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે રાહતના સમાચાર કહી શકાય. અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશન 6, કચ્છ 3, નવસારી 3, રાજકોટ કોર્પોરેશન 3, રાજકોટ 2, દેવભુમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, મહેસાણા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 51 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 0 ને પ્રથમ જ્યારે 240 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યું છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3274 નાગરિકોને રસીનો પ્રથમ, 18253 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9755 નાગરિકોને રસીનો પ્રથમ, 55676 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 87,198 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. 8,70,63,034 રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news