Fact Check: વાંદરા અને કુતરાઓ વચ્ચે 'ગેંગવોર'? સામે આવ્યું સત્ય, તમે પણ જાણો

આ અજબગજબ ઘટના બીડ જિલ્લાના માજલ ગામમાં સામે આવી છે. આ વિસ્તારમાં વાંદરાઓનું ટોળુ ગલુડિયાઓને જોતું, તેને પકડી લેતું અને ખુબ ઉંચી જગ્યાએ લઈ જઈને તેને નીચે ફેંકી દેતું હતું. 

Fact Check: વાંદરા અને કુતરાઓ વચ્ચે 'ગેંગવોર'? સામે આવ્યું સત્ય, તમે પણ જાણો

બીડઃ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વાંદરા અને કુતરા વચ્ચે કથિત 'ગેંગવોર'ની ઘટનાએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. સોશિયલ મીડિયા પર રવિવારે #MonkeyvsDog ટ્રેન્ડ પણ શરૂ થયો હતો. 

આ ચોંકાવનારી ઘટનામાં જાનવરોનો બદલો સામે આવ્યો. કેટલાક કુતરા દ્વારા કથિત રીતે એક વાંદરાના બચ્ચાને માર્યા બાદ વાંદરાઓએ ગલુડિયાઓને મારી નાખ્યા હતા. કહેવામાં આવ્યું કે, પાછલા મહિને વાંદરાઓએ લગભગ 250 જેટલા ગલુડિયાઓને ઉંચાઈથી નીચે ફેંકીને મારી નાખ્યા છે. 

આ અજબગજબ ઘટના બીડ જિલ્લાના માજલ ગામમાં સામે આવી છે. આ વિસ્તારમાં વાંદરાઓનું ટોળુ ગલુડિયાઓને જોતું, તેને પકડી લેતું અને ખુબ ઉંચી જગ્યાએ લઈ જઈને તેને નીચે ફેંકી દેતું હતું. 

કહેવામાં આવી રહ્યું છે કે જામલ ગામથી લગભગ 10 કિલોમીટર દૂર લાવૂલ નામના ગામમાં હવે એક પણ ગલુડિયા વચ્યા નથી. આ ઘટના બાદ લોકો ડરમાં હતા. આ ગામના લોકોએ આસપાસના વાંદરાઓ પકડવા માટે વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. 

શું છે સત્ય?
આ વિશે બીડ વન વિભાગના અધિકારી દિનેશ મોરેનું નિવેદન સામે આવ્યું છે. દિનેશ મોરેએ કહ્યુ- અમારી પાસે માજલ ગામથી એક ફરિયાદ આવી હતી કે કેટલાક વાંદરા તેને પરેશાન કરી રહ્યા છે. વાંદરા કુતરાના બચ્ચાને ઉઠાવી રહ્યા છે અને તેને ઉપરથી નીચે ફેંકી રહ્યાં છે. 

dinesh more

(વન અધિકારી- દિનેશ મોરે)

અમે જ્યારે ત્યાં જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે બે-ત્રણ વાંદરા હતા, જેમાંથી એક વાંદરો કુતરાને ઉઠાવી રહ્યો હતો અને ફરી રહ્યો હતો, પરંતુ તેને મોર્યો નહીં. ગલુડિયાઓને ખાવાનું મળી રહ્યું નહોતું જેથી તેના મોત થઈ રહ્યાં હતા. આવું ત્રણ ચાર ગલુડિયા સાથે થઈ રહ્યું હતું. 

ગામ લોકોએ કહ્યું કે, અમે વાંદરાથી ડરેલા છીએ તેથી તેને અહીં લઈ જવામાં આવે. વાંદરા પણ ત્યાં સુરક્ષિત નહોતા અને ગામ લોકોના મનમાં પણ ડર હતો તેથી વાંદરાઓને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યા છે. મોરોએ કહ્યુ- વાંદરા અને કુતરાઓ વચ્ચે ગેંગવોર કે બદલો માત્ર એક અફવા છે. વાંદરાઓએ કોઈ વ્યક્તિ કે કુતરા પર હુમલો કર્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news